Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં આગ: પશુધન માટેનું મહામૂલું ઘાસ સળગી ગયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

કચ્છના પ્રખ્યાત એવા બન્નીના ઘાસિયા મેદાનમાં ભભૂકી ઉઠેલી આગના કારણે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. ગઈકાલે સવારે ભીરંડીયારા અને ધોરડો વચ્ચે આવેલા હોડકો ગામ નજીકના સરાડા ગામની સીમમાં આગનો આ બનાવ બન્યો હતો. ચારે તરફ ફેલાઈ ગયેલી આગથી લોકોમાં પણ અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગ હોલવવા સામૂહિક પ્રયાસો કર્યા હતાં. પણ, સાંજ સુધી આગ કાબૂમાં આવી નહોતી. એટલે ધોરડો મધ્યે રહેલા ફાયર ફાઇટર ની મદદ લેવાઇ હતી. કલાકો બાદ આગ ઉપર કાબુ આવ્યો હતો. જોકે, આગ ને કારણે પશુધન માટે ના કિંમતી ઘાસ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગ ના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:10 am IST)