Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

લોધીકાના રાવકી ગામની પ્રગતિ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કની જમીનના પ્‍લોટીંગ વેચાણ સામે હાઇકોર્ટનો સ્‍ટે

સેકન્‍ડ અમલના આખરી નિકાલ સુધી પ્‍લોટીંગ નહીં વેચવા () તરફેણમાં હુકમ

રાજકોટ  જીલ્લાના લોધીકા તાલુકાના રાવકીના જુના સર્વે નં. ૩૫ પૈકીની ‘પ્રગતિ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક' તરીકે ઓળખાતી જમીન ચો.મી.આ ૬૬૩૪-૦૦ અંગે ગુજરાત હાઇકોર્ટે સ્‍ટેટસકવો (યથાવત સ્‍થિતી) જાળવી રાખવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત મુજબ જોઇએ તો લોધીકા તાલુકાના ગામ રાવકીના જુના રેવન્‍યુ સર્વે નં. ૩૫ પૈકી ૧/ પૈકી ૧ તે સર્વે થતા નવા  સર્વે નં. ૧૬૪ની ખેતીની જમીન મુકેશભાઇ ભીખાભાઇ ફાચરા તથા સર્વે નં. ૩૫ પૈકી ૧ / પૈકી ૨ તે નવા સર્વે નં. ૧૬૫ની ખેતીની જમીન ભરતભાઇ ભીખાભાઇ ફાચરા તથા સર્વે નં. ૩૫ પૈકી ૨ તે નવા સર્વે નં. ૧૬૬ની ખેતીની જમીન સવજીભાઇ પોપટભાઇ ફાચરાની આવેલ તેને લાગુ જુના સર્વે નં. ૩૫ પૈકીની ખેતીની જમીન (૧) શ્રી લખધીરસિંહ બાબુભા જાડેજા (૨) શ્રી સહદેવસિંહ બાબુભા જાડેજા (૩) શ્રી અશોકસિંહ બાબુભા જાડેજાની આવેલ તેઓએ રેવન્‍યુ રેકર્ડની ભુલને લઇ તેનો ગેરલાભ મેળવવા રાજકોટ જીલ્લા કલેકટર સમક્ષ બીનખેતી હુકમ મેળવી પ્રગતિ ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કના નામથી પ્‍લોટીંગ વેચાણ કરવા તજવીજ કરતા હોવાની જાણ થતા આ કૃત્‍ય સામે વાંધેદારો સવજીભાઇ પોપટભાઇ ફાચરા વિગેરેએ નામદાર ગુજરાત હાઇકોર્જ્ઞમાં અપીલ નં. ૬૪૧ / ૨૦૨૨થી એડવોકેટ નિરવ જી. રામાણી તથા તૃષા કે. પટેલ મારફત દાખલ કરતા કાયદાકીય રજુઆતોને ધ્‍યાનમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ નિરવ.જી.રામાણી તથા તૃષા કે. પટેલની કાયદા તથા હકીકતની વિસ્‍તૃત દલીલ માન્‍ય રાખી શ્રી સહદેવસિંહ બાબુભા જાડેજા વિગેરે સામે ગુજરાત હાઇકોર્ટની જસ્‍ટીસ સંગીતા કે. વિરોને સ્‍ટેટસકવોના હુકમ કરેલ છે. 

(10:45 am IST)