Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

બગસરાના સ્‍લમ વિસ્‍તારની સગર્ભા બહેનોને સુખડી વિતરણ

બગસરા : બાળ કેળવણી મંદીર બગસરાની ભગીની સંસ્‍થા વિશ્વ  વાત્‍સલ્‍ય માનવ સેવા ટ્રસ્‍ટ બગસરા દ્વારા, બગસરા સ્‍લમ વિસ્‍તાર ના સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરવામાં આવેલ. જેમાં ડોક્‍ટર રાઠોડ, ચેતનભાઈ શાહ, ભારતીબેન ઘાંઘીયા ના સાનિધ્‍યમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ. વિવિધ દાતાઓના સહકારથી   ગરીબ પરિવારની બહેનો માટે આ કાર્યક્રમ સરસ રીતે આગળ વધી રહેલ છે, તેમ અરવિંદભાઈ રાઠોડની યાદીમાં જણાવેલ છે. (તસવીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)(

(10:50 am IST)