Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ભાવનગરમાં વિધાર્થીઓ માટે ચિત્ર અને વાર્તાકથન કાર્યક્રમ યોજાયો

ભાવનગર : ભાવનગર મહાનગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯થી ચાલતા બાળપુસ્‍તકાલય અંતર્ગત વર્ષ ૨૦૨૩માં શાળાઓમાં મુકવામાં આવેલ પ્રાકળતિક સ્‍વાસ્‍થ્‍ય  વિષયે પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા. નવી શિક્ષણ નીતિમાં આવરી લેવાયેલ કૌશલ્‍ય તાલીમને વણીલેતા શાળા દીઠ બે -બે વિધાર્થી પ્રાકળતિક જીવનના ગૌરવ દર્શાવતા ચિત્રો તૈયાર કરવામાં આવેલ.પરીખ ફાઉન્‍ડેશનના વિશેષ સહયોગથી સતત ૧૫માં વર્ષે યોજાતા માતળભાષા સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત ૨૦૬  વિદ્યાર્થીઓને મંચસ્‍થ મહાનુભાવોના વરદ હસ્‍તે પુરસ્‍કળત કરવામાં આવેલ. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શિશિરભાઈ ત્રિવેદીના વરદ હસ્‍તે પરીખ ફાઉન્‍ડેશનના  ભવ્‍યભાઈ શાહનું મોમેન્‍ટો અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ.તેમજ ભાવનગરના સ્‍વાશ્રયી આરોગ્‍ય વિચારના પ્રણેતા વિનુભાઈ ગાંધીનું સંસ્‍થા પ્રમુખ રાજેન્‍દ્રભાઈ દવેના હસ્‍તે  સવિશેષ સન્‍માન કરવામાં આવેલ. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર ૧૧ નિર્ણાયકોનું  વિશેષ અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ઉત્તમ દેખાવ કરનાર ૨૪ વિદ્યાર્થીઓએ પ્રાકળતિક સ્‍વાસ્‍થ્‍ય વિષયે પોતાના વિચારો મંચસ્‍થ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું. ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમનું સંકલન નેહલભાઈ ત્રિવેદીએ કર્યું હતું.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી ભાવનગર)(

(10:51 am IST)