Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વનસ્‍પતિને હરિતકણ માટે સૂર્યપ્રકાશ જરૂરી તેમ વ્‍યક્‍તિના જીવન માટે અધ્‍યાત્‍મ તત્‍વ આવશ્‍યક છે. -પૂ. સીતારામ બાપુ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ :  શિવ કુંજ માનસ પરિવાર દ્વારા આયોજિત ૨૯ મી આધ્‍યાત્‍મિક વિદ્યાર્થી શિબિર આજે શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે પૂ. સીતારામબાપુ તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટય થી શરૂ થઈ.

 આ શિબિરમાં પ્રથમ સત્રમાં ગુજરાતના જાણીતા કવિ કળષ્‍ણ દવે, ભૌતિક વિજ્ઞાનના શિક્ષક મહેશ ધાંધલા નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. જે.પી. મૈયાણી અને સાંસદ અને રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ ભારતીબેન શિયાળે પોતાના ઉદબોધન ઉદબોધન દ્વારા ૧૦૦૦ થી વધારે વિદ્યાર્થી યુવાઓ અને સાથે આવેલા શિક્ષકો લાભાન્‍વિત થયા હતા. હનુમાન ચાલીસાના ગાન થી પ્રારંભ સાથે શિબિર ખરા અર્થમાં સંસ્‍કાર - સંસ્‍કળત અને સંસ્‍કળતિના સિંચનની સાચી દિશા તરફ લઈ જનારી બની હતી. આ શિબિરમાં વિદ્યાર્થીને સફળ થવા માટે ધીરજ આત્‍મવિશ્વાસ સફળ થવા માટે જીદ અને જુસ્‍સો ટકાવી રાખવાની વાત મહેશભાઈએ જ્‍યારે જીવન પરીક્ષામાં સફળ થવા ટેન્‍શન મુક્‍ત થઈ જીવવા માટે કળષ્‍ણ દવેએ વાત કરી હતી. જ્‍યારે ભારતીબેન શિયાળે પૂજ્‍ય બાપુના ભારતીય સંસ્‍કળતિને ટકાવી રાખવાના આ પ્રયાસને શત શત વંદન કર્યા અને ભારતની ગુરુકુળ પદ્ધતિને યાદ કરી સાચી કેળવણી એટલે જે જીવન જીવતા શિખવે તે જીવનના તમામ આયામો શિખાય અને સત્‍વશીલ વ્‍યકિત્‍વ વિકસે તેવી શિક્ષણ પદ્ધતિ એટલેજ કેળવણી અને આવી શિબિરો દ્વારાજ માનવને ખરો માણસ બનવાની તાલીમ મળે છે તેમ જણાવ્‍યું હતું.

પ્રથમ દિવસનાં બીજા સત્રમાં ડો. જે.પી. મૈયાણીએ ગુરૂ તત્‍વ વિશે વાત કરી હતી અને ડો.ગૌતમભાઈ પટેલે પોતાના ઉદબોધન કર્યું હતું  અને બીજા સત્રનાં અંતમાં તમામ શિબિરાર્થીઓએ સંગીતમય રીતે પૂ.રામેશ્વરાનંદ માતાજી તથા વરૂણાનંદજી માતાજી સાથે સુંદરકાંડનો પાઠ કરેલ.

 આ શિબિરમાં શિક્ષણ સમિતિના ચેરમેન કમુબેન ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઇ, ડો. ધીરૂભાઈ, ભાજપનાં મહામંત્રી ભુપત બારૈયા, પૂર્વ આરોગ્‍ય સમિતિ ચેરમેન દિગ્‍વિજયસિંહ ગોહિલ, જિલ્લા ભાજપનાં કિશોરભાઈ ભટ્ટ તેમજ સંસ્‍કળત સેવા સમિતિ અમદાવાદના અધ્‍યક્ષ ડો. ગૌતમભાઈ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા.

(10:55 am IST)