Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પ્રભાસ પાટણ : મૂકબધીર ભાઈઓને કલાનું પ્‍લેટફોર્મ પૂરૂ પાડતી ગુજરાત રાજ્‍ય લલિતકલા અકાદમી

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ-, તા. ૨૦ : ઓખાના મૂકબધીર પંડત ભાઈઓને શિવના સોનેરી આશીર્વાદ છે. જન્‍મથી જ મૂકબધીર પંડત સોમાભાઈ (ઉં.વ.૨૭) અને પંડત રાજાભાઈ (ઉં.વ.૨૪) વીજળીની સ્‍પીડે રેતશિલ્‍પની કલાકળતિઓ બનાવે છે. ગુજરાત રાજ્‍ય લલિત કલા અકાદમી દ્વારા આ ભાઈઓએ દ્વારકા, શિવરાજપુર, પોરબંદર, વડોદરા સહિતના શહેરોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્‍યાં છે. સોમનાથના દરિયાકિનારે આ બન્ને ભાઈઓએ સૌમ્‍ય શિવસ્‍વરૂપ, કમળ સહિતના રેતશિલ્‍પ બનાવ્‍યા હતા.

(10:58 am IST)