Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદર જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને આવતીકાલથી અનાજ વિતરણ

લાભાર્થીઓને સમયસર અનાજ મળે તે માટે નવો કોન્‍ટ્રાકટ અપાયોઃ તમામ સસ્‍તા અનાજની દુકાનો ઉપર સવારે ૮ થી રાત્રીના ૮ સુધી અનાજ અપાશે

પોરબંદર તા.ર૦ :  જિલ્લાની સસ્‍તા ભાવની અનાજની દુકાનોથી આવતીકાલે તા.ર૧  થી રેશનકાર્ડ ધારકો અનાજ વિતરણ કરાશે.

જિલ્લાની તમામ સસ્‍તા અનાજની દુકાનોમાં સવારે ૮ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી લાભાર્થીઓને અનાજ વિતરણ થશે. દરેક લાભાર્થી પોતાને મળાવ પાત્ર અનાજ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાનો ડોર સ્‍ટેપ ડિલીવરીનો કોન્‍ટ્રાકટ ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા જે કોન્‍ટ્રાકટરને અપાયો હતો તેના પર એફઆઇઆર દાખલ થયેલ હોવાથી સરકાર દ્વારા ઝડપી પ્રક્રિયા હાથ ધરી, લાભાર્થીઓને વહેલી તકે અનાજ મળતુ થાય તે માટે નિગમ દ્વારા નવો કોન્‍ટ્રાકટ રોજ જસદણની પાર્ટીને અપાયો હતો. જે પાર્ટી લોકલ પરિબળોના લીધે કામ કરવા તૈયાર ન હતા.

પોરબંદર જિલ્લાના સસ્‍તા અનાજની દુકાનેથી અનાજ મેળવતા લાભાર્થીઓને વહેલી તકે અનાજ મળે તે દિશામાં જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરી નવી પાર્ટીને પુરો સહયોગ આપવાની સાથે સમજાવટ કરતા કોન્‍ટ્રાકટર કામ કરવા તૈયાર થયેલ છે. મજુરોની અને ટ્રકની તમામ પ્રકારની મદદરૂપ કરતા તેઓ કામ કરવા તૈયાર થયેલ છે. જેથી આવતીકાલ તા.ર૧  થી પોરબંદર જિલ્લાની તમામ વ્‍યાજબી ભાવની દુકાન પર સવારે ૮ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી અનાજ વિતરણ શરૂ  થશે. અનાજ મેળવતા દરેક લાભાર્થીઓ બહોળા પ્રમાણમાં લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(12:01 pm IST)