Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલ શ્રી સુરેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ વિશેષ શ્રૃંગાર

ગોંડલ : અહીં પ્રાચીન સુરેશ્વર મંદિર શિવરાત્રી નિમિતે મહાદેવને વિશેષ શણગાર સાથે ભકતો આખો દિવસ ઘસારો જોવા મળ્‍યો હતો. બધી આરતીમાં ભકતોએ લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. માણસો સ્‍વયંભુ દર્શને ઉમટી પડયા હતા રાત્રે ૧ર વાગ્‍યાથી આરતી, ફળા હારનો પ્રસાદ આપવામાં આવેલ હતો આ તકે જુના સેવક હરેશભાઇ એમ. વ્‍યાસ સુપરે તથા મહંત શ્રી શૈલેષપરી ગોસાઇ તથા રાહુલપરી ગોસાઇએ ભારે જહેમત ઉઠાવી હતી. અને ભાવીકોએ શાંતીથી  પૂજા અર્ચના કરી આનંદ મંગલ કરી શિવજીની જે બોલાવી હતી. (તસ્‍વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી - અશોક જોષી ગોંડલ)

(11:33 am IST)