Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

માળીયા (મી.)ના કુંભારીયા ગામે હેલિકોપ્‍ટરમાં આવી જાન

મોરબી : માળીયા (મી.): તાલુકાના રણકાંઠે આવેલા કુંભારિયા ગામે હેલિકોપ્‍ટરમાં જાન આવી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્‍યારે કુંભારીયા ગામે કન્‍યાને પરણવા માટે વરરાજા હેલિકોપ્‍ટર લઇને પહોંચ્‍યા હતા. ગામમાં હેલિકોપ્‍ટરમાં જાન આવી હોય જાનને જોવા માટે ગ્રામજનોમાં ભારે કુતુહલ જોવા મળ્‍યું હતું અને ગામ લોકો અગાઉથી જ હેલિકોપ્‍ટર જયાં ઉતરવાનું હતું ત્‍યાં એકઠા થઈ ગયા હતા.

(11:34 am IST)