Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ભાવનગરના ધોળા જંકશન પાસે માલગાડી ખડી પડી : ટ્રેન વ્‍યવહારને અસર

જો કે જાનહાની ટળતા હાશકારો : પીવાવાવથી સુરેન્‍દ્રનગર જતી વખતે દુર્ઘટના

(મેઘના વિપુલ  હિરાણી દ્વારા) ભાવનગર, તા. ર૦ :  પヘમિ રેલવેની માલગાડી પીપાવાવથી સુરેન્‍દ્રનગર તરફ જઇ રહી હતી તે દરમિયાન ધોળા જંકશન નજીક પાટા પરથી ઉતરી પડી હતી. જો કે કોઇ મોટી જાનહાની કે નુકશાની થવા પામી નથી. ધોલા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્‍યવહાર પ્રભાવિત થયો હતો.

ભાવનગર ડિવિઝનના ધોળા જંકશન યાર્ડ ખાતે ૧૬.૪પ કલાકે માલગાડી એકસપ્રેસ ૩ કલાકના વિલંબ બાદ, ભાવનગર બોટાદ ૩ કલાકના વિલંબ બાદ ધોલા જંકશન-મહુવા ૩ કલાકના વિલંબ બાદ ઉપડી હતી જયારે મહુવા ભાવનગર લીલીયા મોટા સ્‍ટેશન પર શોર્ટ ટર્મિનેટ થતા આ ટ્રેન લીલિયા મોટા અને ભાવનગર વચ્‍ચે રદ રહી હતી. જયારે ઘટનાની જાણ થતા રેલવે વિભાગના કર્મચારીઓ તાત્‍કાલિક પહોંચી ગયા હતા પરંતુ ટ્રાફિક જામ સર્જાયો છે. આ દુર્ઘટનાને કારણે રેલ વ્‍યવહાર પ્રભાવિત થતા બોટાદ જંકશન પર મુસાફરો રઝળી પડયા હતા. જેથી રેલ્‍વે તંત્ર દ્વારા પેસેન્‍જરોની સુવિધા માટે બોટાદ એસ.ટી. નિગમની મદદ લઇ પેસેન્‍જરોને એસ.ટી. બસની મદદથી મુસાફરોને તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી હતી.

(11:35 am IST)