Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરમાં દારૂ સાથે કારમાં ઝડપાયો

જામનગર : ખીજડીયા બાયપાસ રોડ ઉપર ગ્રે કલરની ઇકો કાર નં. જી.જે.૧૦ ડી.જ.૭૬૭૩માં આરોપી રાહુલ ઉર્ફે ગદુ બચુભાઇ ચાવડા કોળી રહે. ખીજડીયા ગામ નવા પ્‍લોટમાં મળી આવતા દારૂની બોટલ નં. ૪૮ કિ. રૂા. ૧૯,ર૦૦ તથા ચપલા નંગ-૪૮ કિ. રૂા. ૪,૮૦૦ મળી કુલ કિ. રૂા. ર૪,૦૦૦ તથા ઇકો કાર કિ. રૂા. ર,પ૦,૦૦૦ તથા મોબાઇલ ફોન કિ. રૂા.પ,૦૦૦ મળી કુલ કિ. રૂા.ર,૭૯,૦૦૦ મુદામાલ સાથે પકડી પાડી પોલીસ હેડ કોન્‍સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ. કોન્‍સ. યશપાલસિંહ જાડેજાએ મજકુર ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરેલ છે દારૂ સપ્‍લાયર શ્‍યામ રહે. સામખીયારી કચછ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે આ કાર્યવાહી પો.ઇન્‍સ. પો.ઇન્‍સ. જે.વી. ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. એસ.પી.ગોહિલ, પો.સ.ઇ.પી.એન.મોરી એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, તથા પોલીસ હેડ કોન્‍સ. નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ ડી.જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા તથા પોલીસ કોન્‍સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગજરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી  તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:35 am IST)