Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીમાં વડીલોપાર્જીત મિલ્‍કતમાં લાઇટ બાબતે ઝઘડામાં પ્રેમજીભાઇ સોલંકીની મોટાભાઇએ હત્‍યા કરી

ગંભીર હાલતમાં ઘવાયેલા પ્રેમજીભાઇનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત : બનાવ હત્‍યામાં પલ્‍ટાયો : નાનાભાઇની હત્‍યા કરનાર અમરશી પોલીસના સકંજામાં

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબીમાં વડીલોપાર્જિત મિલકતમાં બે સગા ભાઈ વચ્‍ચે લાઈટ બાબતે બોલાચાલી થતા ઝઘડો વધી ગયો હતો અને મોટાભાઈએ લોખંડના ફરમા તેમજ ઈંટના ઘા કરી સગા નાનાભાઈની હત્‍યા કરી નાખી હતી. સમગ્ર મામલે મૃતકના પુત્રએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

ᅠᅠમોરબીના સો ઓરડી વિસ્‍તારમાં ચામુંડાનગરમાં રહેતા ᅠફરિયાદી પ્રકાશભાઇ પ્રેમજીભાઇ સોલંકીએ આરોપી અમરશીભાઇ જેઠાભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યુ હતું કે તેમનો વડીલો પાર્જીત પ્‍લોટ આવેલો છે. જેમા તેમના પિતા પ્રેમજીભાઇ,ᅠકાકા તથા તેમના મોટા બાપુ એમ ત્રણેયે ભાગ પાડેલ હોય. તેમના મોટાબાપુ અમરશીભાઇ જેઓએ મકાન બનાવેલ જેનુ કામ પુર્ણ થવા આવેલ છે અનેᅠ પ્રકાશભાઇના મકાનનું કામ ચાલે છે. તેમના મારા કાકાનો પ્‍લોટ જેમનો તેમ પડ્‍યો હતો. જેથી પ્રકાશભાઇના પિતા ત્‍યાંથી લાઇટ લેતા હતા અને લાઇટનુ મીટર તેમના મોટા બાપુ અમરશીભાઇના મકાનમા આવ્‍યું હતું. જેથી જયારે પણ પ્રેમજીભાઇ લાઇટ લેવા માટે અમરશીભાઇને વાતચીત કરતા ત્‍યારે અમરશીભાઇ બોલાચાલી કરવા લાગતા હતા અને કહેતા કેᅠ‘તમોએ ભાગ બરાબર પાડેલ નથી મને ઓછી જગ્‍યા આપેલ છે કોઇ લાઇટ આપવી નથી'ᅠતેવુ કહીને અવાર નવાર ઝગડો કરતા હતા.

ᅠગત તારીખ ૧૪ના રોજ પ્રેમજીભાઇ સાંજના છ વાગ્‍યાના સમયે તેમના મકાને આંટો મારવા ગયા હતા. ત્‍યારે સાજના સમયે તેમનાᅠ નવા બનતા મકાન પાસે કઇક ઝગડો થતો હોય તેવો બોલાચાલીનો અવાજ આવ્‍યો અને ગાળાગાળી થતી હોય જેથી પ્રકાશભાઈ તથા તેમના મમ્‍મી દોડીને મકાન પાસે ગયેલ ત્‍યારે ત્‍યા કાકા-કાકી,મોટાબા તથા શેરીના માણસો ભેગા થયેલ હતા. તેમના પીતાજી મોટાબાપુના મકાનમાં ફળીયામા પડી ગયા હતા અને અમરશીભાઇ મકાનની છત ઉપરથી ગાળો બોલતા હતા અને પોતે છુટા ઇટુના તથા લાકડાના તથા લોખંડના ફર્મા જે હાથમા આવે તેના છુટા ઘા મારા તેમના પીતાજીને મારતા હતા.

 પ્રેમજીભાઈ અમરશીભાઈના ઘરે ફળિયામાં લાઈટ બાબતે વાત કરવા ગયા હતા. ત્‍યારે જુના મનદુઃખનો ખાર રાખીને અમરશીભાઈએ ગાળો બોલી ઉશ્‍કેરાય જઈને છુટા ઈંટોના ઘા તેમજ લોખડના ફરમાના ઘા અને લાકડાના ઘા મારી  પ્રેમજીભાઈના માથામાં અને શરીરે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી પ્રકાશભાઈએ અમરશીભાઇને ઘા નહી કરવાનુ કહી તેમણે પોતાના પીતાજીને બોલાવતા કોઈ ઉતર મળ્‍યો ન હતો. તેઓ બેભાન હતા અને માથામા તથા નાક માથી લોહી નીકળતુ હતુ જેથી તેમને સારવાર ગંભીર હાલતમાં પ્રથમ મોરબી અને રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તા.૧૭ ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પ્રેમજીભાઈ સોલંકીનું મોત નીપજયું હતું.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)