Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વિશ્વઉમિયાધામ જાસપુરમાં સમસ્‍ત પાટીદાર સમાજના ૪૦૦૦ યુવા શક્‍તિનું મહામિલનમાં વધુ ૬ કરોડના દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ યુવા સંગઠન આયોજિત યુવા સ્‍નેહમિલનમાં રાજ્‍યભરના યુવાનો ઉમટયાઃ સતત ૨૩ દિવસ ચાલેલી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું રંગેચંગે સમાપન

 રાજકોટ તા.૨૦: વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ અને સામાજિક શસક્‍તિકરણના કેન્‍દ્રસમા વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે યુવા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. સમસ્‍ત પાટીદાર સમાજના યુવા મહાસંમેલનમાં રવિવારે રાજ્‍યભરના ૪૦૦૦થી વધારે યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. યુવા શક્‍તિના આધ્‍યાત્‍મિક અને સામાજિક જોડાણના ઉદ્દેશ્‍યથી આયોજિત મહાસંમેલનમાં સ્‍વામિનારાયણ ગુરૂકુળ ઝુંડાલના શાષાી સ્‍વામીશ્રી પુરૂષોતમ ચરણદાસજી અને વિશ્વઉમિયાધામના પ્રણેતા  આર.પી.પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

 આ યુવા મહાસંમેલન સાથે જ વિશ્વઉમિયાધામ પરિષરમાં સતત ૨૩ દિવસથી ચાલી રહેલા રમત મહાકુંભ એટલે વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું સમાપન કરાયું હતું. સદર રમત મહાકુંભમાં ક્રિકેટની ૧૨૮ ટીમ અને વોલીબોલની ૨૦૦ જેટલી ટીમ અને તે ઉપરાંત અન્‍ય રમતોની ટીમના ૫૦૦૦ જેટલા રમતવીરોએ ભાગ લીધેલ છે.

  વિશ્વ ઉમિયાધામ - ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે કાર્ય કરતી વૈશ્વિક સંસ્‍થા છે. જેના ઉપક્રમે અમદાવાદ મુકામે જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ગતિપૂર્વક ચાલી રહેલ છે, ત્‍યારે યુવાવર્ગમાં પણ આધ્‍યાત્‍મિક ચેતના ઉજાગર થાય અને તેના થકી યુવા વર્ગ સમાજોત્‍કર્ષની પ્રવળત્તિઓમાં સક્રિય બને તેવા ઉમદા આશયથી સંસ્‍થાના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠન દ્વારા આ સમસ્‍ત પાટીદાર સમાજ યુવા મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

 આ મહાસંમેલન પાટીદાર યુવા શક્‍તિનું મહામિલન છે : આર.પી. પટેલ

 આ પ્રસંગે વાત કરતા સંસ્‍થાના પ્રમુખ  આર.પી. પટેલ સાહેબ જણાવ્‍યું હતું કે આ સમસ્‍ત પાટીદાર યુવા મહાસંમેલન પાટીદાર સમાજની યુવા શક્‍તિનું મહામિલન છે. આજ યુવાનો વિશ્વઉમિયાધામની આધ્‍યાત્‍મિક અને સામાજિક જોડાણનું કેન્‍દ્ર બનશે. વિગતે વાત કરતાં તેમણે કહ્યું વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રમેલા બેસ્‍ટ ૧૧ ખેલાડીઓને સંસ્‍થા નેશનલ ગેમ્‍સ માટે ટ્રેનિંગ આપશે.

 ૫૦૦૦ ખેલાડીઓ રમત મહાકુંભમાં ભાગ લઈ સમાજની નવી શક્‍તિનું નિર્માણ કર્યું

 આ પ્રસંગે વાત કરતા વિશ્વઉમિયાધામ યુવાસંગઠનના ઉપપ્રમુખ હિંમાશુભાઈ પટેલે જણાવ્‍યું કે આ વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગએ કોઈ માત્ર ક્રિકેટ કે વોલીબોલની મેચ નથી. આ ગુજરાતના સમસ્‍ત પાટીદાર સમાજના યુવાનોની શક્‍તિનું મિલન છે. જે આવનાર સમયમાં સમાજ અને રાષ્‍ટ્ર માટે આધારસ્‍તંભ બનશે. તેમધવલભાઈ માકડિયા વિશ્વઉમિયાધામ- મીડિયા કમિટી +૯૧ ૯૪૨૮૧૫૮૧૦૯) ની યાદીમાં જણાવાયું છે. 

(11:37 am IST)