Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલના રાણસીકીમાં કોરોનાના દિવંગતોના મોક્ષાર્થે શાષાી કૌશિક ભટ્ટના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત કથા

૧ થી ૭ માર્ચ સુધી ગામ સમસ્‍ત ભવ્‍ય આયોજનઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ તા. ર૦ :.. ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં તા. ૧ થી ૭ માર્ચ સુધી કોરોના મહામારીમાં દિવંગત થયેલા રાણસીકી ગામના સ્‍વજનોનાં મોક્ષાર્થે કથાકાર શાષાી કૌશિકભાઇ ભટ્ટ (રાણસીકીવાળા) ના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરના  ૧ર તથા બપોરના ૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધી ર સત્રમાં રખાયો છે.

પરમ કૃપાળુ શ્રી દ્વારકાનાથ પ્રભુની પૂર્ણ કૃપા તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા શ્રી સ્‍વામિનારાયણ ભગવાન તથા શ્રી ભીડભંજન મહાદેવની અતિ અનુકંપા તથા બ્રહ્મલીન સદ્‌્‌ગુરૂ શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજના પૂર્ણ આશીર્વાદથી ધર્મક્ષેત્ર રાણસીકીના આંગણે કોરોના મહામારી દરમિયાન દિવંગત થયેલ રાણસીકી ગામના સ્‍વજનોના મોક્ષાર્થે તથા ગામની તમામ દિવંગત પવિત્ર આત્‍માઓની પુણ્‍ય સ્‍મૃતિમાં ગામ સમસ્‍તના સહિયારા સાથથી આ શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

જેમાં પોથીયાત્રા તા. ૧-૩-ર૩ બુધવારે સવારે ૮-૩૦ કલાકે, રામજી મંદિરેથી પ્રસ્‍થાન કરી કથામંડપ તરફ પ્રયાણ થશે. કથા પ્રારંભ બુધવારે સવારે ૯.૩૦ કલાકે થશે.

નૃસિંહ પ્રાગટય તા. ૩-૩-ર૩ શુક્રવારનાં સાંજે ૬ કલાકે, વાન પ્રાગટય તા. ૪-૩-ર૩ શનિવાર સવારે ૧૦.૩૦ કલાકે., રામ પ્રાગટય તા. ૪-૩-ર૩ શનિવાર બપોરે ૧ર કલાકે. શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ-નંદ મહોત્‍સવ તા. ૪-૩-ર૩ શનિવાર સાંજે પ કલાકે ઉજવાશે. ગીરીરાજ ઉત્‍સવ :- તા. પ-૩-ર૩ રવિવાર સાંજે ૬ કલાકે, રૂક્ષ્મણી વિવાહ તા. ૬-૩-ર૩ સોમવાર સાંજે પ કલાકે તથા કથા વિરામ તા. ૭-૩-ર૩ મંગળવાર બપોરે ૧ર કલાકે થશે.

કથા દરમિયાન દરરોજ રાત્રે ૮.૩૦ થી ૧૧ સુધી ધુન-ભજન-સત્‍સંગ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. કથા શ્રવણ માટે પધારેલા તમામ ભકતો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

સમગ્ર કથાનું જીવંત પ્રસારણ  Shastri Kaushikhai Bhatt Official યુ -ટયુબ ચેનલમાં કરવામાં આવશે.

ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

(11:41 am IST)