Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ભાવનગરમાં જ્‍વેલનશીલ પ્રવાહીનો જથ્‍થો ઝડપાયો

ભાવનગર,તા. ૨૦ : સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ નો સ્‍ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળતા તુરંત જ ખારગેટ ચોક ખાતે આવેલ લોખંડ બજાર એચડીએફસી બેંક પાસે અતુલ રીક્ષા જીજે ૦૪ વાય ૦૮૭૮ પડેલ હોય અતુલ રીક્ષા માં પડેલા પતરા ના તિપડા માં ચેકિંગ હાથ ધરતા કોઇ પરવાના કે પુરતા ફાયર સેફટીના સાધનો વિના જવલનશીલ પ્રવાહીનો જથ્‍થો બેરલ નંગ-૪ માં આશરે કુલ લીટર ૭૪૦ કિ.૨૯,૬૦૦ તથા અતુલ રીક્ષા ટેમ્‍પો કિ .રૂ.૫૦,૦૦૦ᅠ મળી કુલ કિ.રૂા.૭૯,૬૦૦ નો મુદ્દામાલ મળી આવતા કબજે કર્યો હતો. અને ટર્પેનટાઇન પેટ્રોલીયમ પ્રવાહી મોકલનાર સનેસ સેન્‍સ ફયુઅલ ટેક ફેકટ્રીના જવાબદાર માલીક તથા માલ મગાવનાર મુર્તુજાભાઇ મુસ્‍તુફાભાઇ ઘોઘારી (રાજ સ્‍ટીલ ઇન્‍ડ્રસ્‍ટ્રીઝ લોખંડ બજાર) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)