Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં સફાઇ ઝુંબેશઃ સ્‍વચ્‍છતા જાળવવા મુલાકાતીઓને અપીલ

પોરબંદર તા.૨૦: સ્‍વચ્‍છ ભારત મિશનને સાર્થક કરવા સામુહિક પ્રયાસ જરૂરી છે. સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતા સુત્રને ધ્‍યાનમાં રાખીને ભાવસિંહજી જનરલ હોસ્‍પિટલ અને એમ.આર.જનરલ હોસ્‍પિટલ ખાતે સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત હોસ્‍પિટલના દરેક વિભાગ તથા લોબી અને ગ્રાઉન્‍ડની વ્‍યવસ્‍થિત કલીનિંગ અને સફાઇની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં આવતા દર્દીઓ મુલાકાતીઓને તંદુરસ્‍ત વાતાવરણ મળે, દાખલ દર્દી વહેલા સાજા થઇ જાય અને દર્દીઓના સગાઓને પણ કોઇ જાતની અગવડતા ન પડે, હોસ્‍પિટલનું વાતાવરણ આરોગ્‍યમય રહે તે માટે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયુ હતું.

જયા ત્‍યાં ગંદકી ન ફેલાય, હોસ્‍પિટલમાં સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે માટે મુલાકાતીઓ પણ સહયોગ આપે જરૂરી હોય છે. જયાં ત્‍યાં થૂકવાથી કે કચરો કરવાથી બિમારી ફેલાતી હોય છે. જેથી હોસ્‍પિટલમાં આવતા મુલાકાતીઓનો પણ સ્‍વચ્‍છતા જાળવવામાં સહયોગ મળ્‍યો હતો.

(11:45 am IST)