Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કાલાવડ વિસ્‍તારમાં મોબાઇલ ટાવર ચોરી જનાર પ્‍લોટ માલીક સહીત બે ઝડપાયા

જામનગર, તા., ૨૦: કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ એફઆઇઆર નં. ૧૧૨૦૨૦૫૬૨૩૦૦૯૫/૨૦૨૩ આઇપીસી કલમ ૩૭૯, ૪૪૭ મુજબના ગુનાના કામે જીટીએલ લીમીટેડ કંપનીનો લોખંડનો મોબાઇલ ટાવર કિ.રૂા.પ,ર૦,૦૦૦ તથા લોખંડના સળીયા વાળી ગેટ કિ. રૂા. ૩૦૦૦ તથા ફેંસીંગના તાર કિ. રૂા. ૨૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂા. ૫,૨૫,૦૦૦ની ચોરી થયેલ હોય જે ગુનો વણશોધાયેલ હોય જે ગુનાના આરોપી તથા ચોરી થયેલ મુદામાલને શોધી કાઢવા જામનગર જીલ્લાના પોલીસ અધિૅક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જામ.ગ્રામ્‍ય વિભાગ વરૂણ વસાવા સર્કલ પો.ઇન્‍સ.ના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનના થાણા અધિકારી એચ.વી.પટેલ સ્‍ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા.

જે દરમ્‍યાન પો.સબ ઇન્‍સ. એચ.વી.પટેલ તથા સર્વેલન્‍સ  સ્‍ટાફના પો.કોન્‍સ. અલ્‍તાફભાઇ સમાને બાતમી મળેલ કે આ કામના પ્‍લોટ માલીક રણછોડભાઇ ભુટાભાઇ અકબરીએ આ કામે મોબાઇલ ટાવરની ચોરી કરી અને પોતાની વાડીએ ચોરીનો મુદામાલ સંતાળેલ હોવાની બાતમી આધારે આરોપી રણછોડભાઇ ભુટાભાઇ અકબરી રહે.નવાગામ વાળાને આ કામે ચોરીના મુદામાલ સાથે પકડી તપાસ દરમ્‍યાન અન્‍ય આરોપીઓના નામ ખુલતા (૧) રણછોડભાઇ ભુટાભાઇ અકબરી પટેલ ઉ.વ.પ૮ ધંધો ખેતી  રહે. નવાગામ પાસેથી મુદામાલ કિ. રૂા. ૯૭,૭પ૦નો કબ્‍જે કરવામાં આવેલ છે અને  રીજવાન હારૂનભાઇ ધારીવાલા મેમણ ઉ.વ.૩૧ ધંધો શાકભાજીનો રહે. પંજેતર નગર, કલ્‍યાણેશ્વર મંદીરની બાજુમાં કાલાવડ વાળા પાસેથી મુદામાલ કિ. રૂા. ૪૦,૦૦૦નો કબ્‍જે કરવામાં આવેલ છે.

આ કામગીરી  પીએસઆઇ શ્રી એચ.વી.પટેલ  તથા એચસી વી.વી.છૈયા તથા પીસી માલદેવસિંહ ભરતસિંહ ઝાલા તથા પીસી અલ્‍તાફભાઇ તારમામદભાઇ સમા, દિગ્‍વીજયસિંહ મજબુતસિંહ જાડેજા તથા પીસી કુલદીપસિંહ ચંદુભા જાડેજા નાઓએ કરેલ છે.

(11:45 am IST)