Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પાટણવાવના ભોળા ગામે ૧૩૮ બોટલ દારૂ સાથે રૂષિકને એલસીબીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ દારૂના જથ્‍થા સાથે નજરે પડે છે.

રાજકોટ તા.ર૦ : પાટણવાવના ભોળા ગામે વીડીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૧૩૮ બોટલ દારૂ સાથે અક શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃતિ નાબુદ કરવા આપેલ સુચના અન્‍વયે ગ્રામ્‍ય એલ. સી.બી.ના પોલીસ ઇન્‍સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સ.બ.ઇન્‍સ. ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્‍સ. એચ.સી.ગોહીલ અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્‍યા પો.હેડ કોન્‍સ. શકિતસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા પો.કોન્‍સ. કૌશીકભાઇ જોશી તથા મહેશભાઇ સારીખડાને મળેલ સંયુકત બાતમી આધારે પાટણવાવના ભોળા ગામની સીમમાં રૂષિક લાલજીભાઇ સુદાણી ધંધો ખેતી રહે. ગામ ભોળા રબારીપા વિસ્‍તાર તા.ધોરાજીના કબ્‍જા ભોગવટા વાડીમાં રેઇડ કરી વિદેશીદારૂની ૧૩૮ બોટલ કિ. ૩૭,૯૩પ મળી કુલ રૂા. ૪૭,૯૩પના મુદામાલ સાથે રૂષિકને ઝડપી લીધો હતો.

 

(11:46 am IST)