Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જસદણના નાની લાખાવડ ગામે ર૪ બોટલ દારૂ સાથે કિરણ પકડાયો

ખાતરની થેલીમાં દારૂનો જથ્‍થો છુપાવ્‍યો'તો

રાજકોટ, તા., ૨૦: જસદણના નાની લાખાવડ ગામે ર૪ બોટલ દારૂ સાથે નીકળેલ શખ્‍સને પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ જસદણના નાની લાખાવડ ગામે બાઇકમાં ખાતરની થેલી સાથે શંકાસ્‍પદ હાલતમાં નીકળેલ કિરણ જેન્‍તીભાઇ મેર  રે. નાની લાખાવડને જસદણના પો.કો.મહિપતભાઇ જાંબુકીયાએ અટકાવી તલાશી લેતા ખાતરની થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ર૪ મળી આવતા દારૂ અને બાઇક મળી કુલ ર૭,૭૦૦નો મુદામાલ સાથે કિરણની ધરપકડ કરાઇ હતી.

 

(11:47 am IST)