Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામજોધપુરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી

જામજોધપુરઃ કનકેશ્વર મહાદેવ મંદિર (અલખીયાની જગ્‍યાએ )શિવરાત્રીના પાવન પર્વની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.પૂ.દેવગીરી બાપુની આગેવાનીમાં સવારે ૪.૩૦ કલાકે આરતી ,બપોરે ૧૨ વાગ્‍યે આરતી ,સાંજે ૭.૩૦ કલાકે ભસ્‍મ આરતી અને મહાપૂજા તથા રાત્રે ૧૨ કલાકે દિગંબર આરતીનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાવિક ભકતોએ આરતી અને મહાપૂજાનો અલભ્‍ય લાભ લીધો હતો.આરતી બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું સાથે જામજોધપુર નજીક આવેલ વાવડીની વાવની જગ્‍યાએ રૂદરેશ્વર મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી ,પૂ.પંકજમુનિ બાપુની અધ્‍યક્ષતામાં મહાઆરતી,પૂજન અર્ચન ,ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું ,બહોળી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા તથા જામજોધપુરમાં રોકડીયા હનુમાનજી મંદિર મુકામે બિરાજમાન રામેશ્વર મહાદેવ મંદિરે પણ ભવ્‍ય રીતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી તેમજ રુદ્રાભિષેક,પૂજન ,ધૂન ભજન તથા રામેશ્વર મહાદેવને દિવ્‍ય શણગાર પણ કરાયા હતાજેના દર્શન કરી ભક્‍તોએ ધન્‍યતા અનુભવી હતી શહેરમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગૂંજી ઉઠ્‍યા હતા ઉપરોક્‍ત તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા -જામજોધપુર)

(11:48 am IST)