Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે જીતુભાઇ સોમાણી દ્વારા ‘લઘુરૂદ્ર વિશેષ પૂજન' યોજાયુ : મહાઆરતી, શણગાર દર્શન

વાંકાનેર : વાંકાનેરમાં વર્ષો પુરાણી ઐતિહાસિક પૌરાણિક પ. પુ. શ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પુણ્‍યશાળી દિવ્‍ય અવસરે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરમાં નિજ મંદિરમાં વિધવિધ જાતના ફૂલોના શણગાર દર્શન કરવામાં આવેલ હતા. બપોરે બાર કલાકે મહાદેવજીની ઢોલ, નગારા અને ઝાલરોના નાદ સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી. બપોરે આરતીમાં વાંકાનેરના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી સહિત અનેક અગ્રણીઓ, ભાવિક, ભક્‍તજનોએ બહોળી સંખ્‍યામાં હાજરી આપેલ હતી હર હર મહાદેવના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતુ તેમજ સવારે ૧૦ થી ૧૨ દરમ્‍યાન ફળેશ્વર મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન સંકીર્તનનો કાર્યક્રમ યોજાયેલ હતો. રાત્રે ૯.૩૦ થી ૧૨.૩૦ વાગ્‍યાં સુધી ભવ્‍યતાથી ભવ્‍ય લઘુરૂદ્ર વિશેષ પૂજન અર્ચનવિધિ શ્રી ફળેશ્વર મહાદેવજીનું વાંકાનેરના ધારાસભ્‍ય અને મંદિરના ભક્‍તજન જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલ હતુ જે પૂજાવિધિ શાષાી મેહુલ મહારાજ, ધર્મેશ મહારાજ તથા ભૂદેવોએ મંત્રોચાર સાથે ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે લધુ રૂદ્ર ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી દ્વારા કરાવેલ રાત્રે બાર કલાકે દાદાની મહાઆરતી કરવામાં આવેલ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી જે યાદી ફળેશ્વર મંદિરના સંચાલક વિશાલભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)