Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા : પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

દ્વારકા-ખંભાળીયાઃ ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. ગૃહ રાજયમંત્રીશ્રીએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.  દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાષાોક્‍ત વિધિ પૂજન - અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્‍યું હતું.  ગૃહ રાજય મંત્રીશ્રીનું સ્‍થાનિક અધિકારી પદાધિકારીઓ દ્વારા હેલિપેડ ખાતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ તકે ધારાસભ્‍યશ્રી પબુભા માણેક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે, દ્વારકા નગરપાલિકા પ્રમુખશ્રી જયોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીશ્રીઓ, મયુરભાઈ ગઢવી, વિજયભાઈ બુજડ સહિતના જિલ્લાના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી-દિપેશ સામાણી-કૌશલ સવજાણી-દ્વારકા-ખંભાળીયા)

(1:57 pm IST)