Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

લોહાણા મહાપરિષદ ન્‍યાય માટે ચગ પરિવાર સાથે છે

રાજકોટ તા. ૨૦ : વિશ્વના લોહાણા સમાજની માતળસંસ્‍થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ વેરાવળ ગીર સોમનાથ પથકના માનવવાદી, સેવાભાવી ડોક્‍ટર અતુલભાઈ ચગના આત્‍માહત્‍યા મામલે ઉચ્‍ચ કક્ષાએ રાજકીય, તેમજ ગૃહ વિભાગ, પરિમલભાઈ નથવાણી, ગુજરાત પોલીસ મહાનિર્દેશક રેન્‍જ આઇ.જી  જુનાગઢ ,એસ પી સાહેબ ગીર સોમનાથને પત્ર લખી ડો.અતુલભાઇ ચગના પરિવારને ન્‍યાય મળે તે માટે પહેલ ઉપાડેલ અને મહાપરિષદ સૌરાષ્‍ટ્ર ઝોન ૩ ના પ્રેસિડેન્‍ટ કળષ્‍ણકાંતભાઈ રૂપારેલિયા, ગીર સોમનાથ ઝોનલ પ્રેસિડન્‍ટ ગિરીશભાઈ ઠક્કર સાથે કારોબારી સભ્‍ય અનિષ રાચ્‍છએ ડોક્‍ટર અતુલભાઇ ચગના પરિવારજનોની મુલાકાત લીધી હતી. કળષ્‍ણકાંતભાઈએ જણાવેલ કે સતિષભાઈ વિઠલાણી દ્વારા ઉચ્‍ચકક્ષાએ રજૂઆત બાબતે અરજીના સંદર્ભે  ફરીયાદ નહી નોધાય તો, સ્‍થાનિક આગેવાનો તેમજ દરેક શહેરના મહાજનોને સાથે રાખી આપના પરિવારને ન્‍યાય  મળે તેવા પ્રયત્‍નો કરવા શ્રી લોહાણા મહાપરિષદ તેમના પરિવાર સાથેજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.અતુલભાઇ ચગના દીકરા હિતાર્થ સાથે ટેલિફોનિક સાંત્‍વના આપેલ ત્‍યારે સમગ્ર ઘટના ની ટૂંકી વિગતો જાણી અને જલ્‍દીમાં જલ્‍દી કાર્યવાહી કરાવા જરૂર જણાય ત્‍યારે મહાપરિષદ આપની સાથે છે અને અન્‍ય રાજકીય આગેવાનોના સંકલનમાં હોવાથી આપને ન્‍યાય મળે તે માટેની પ્રયત્‍નો કરીશું તેવી સાંત્‍વના આપેલ ત્‍યારની તસવીર

(1:01 pm IST)