Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

રાજુલામાં મહાશિવરાત્રીની આસ્‍થાભેર ઉજવણી

રાજુલા, તા.૨૦: શિવભક્‍ત દીપક શાહ દ્વારા મહાશિવરાત્રીની રાજુલા વાસીઓ અને શિવ ઉત્‍સવ કમિટી દ્વારા મહાશિવરાત્રી નિમીતે ભવ્‍ય રીતે શિવજીની શોભ યાત્રા ઢોલ નગારા બેન્‍ડ બાજા ડીજેના તાલ સંગીત સાથે વાજતે ગાજતે નાની નાની બાળાઓ રાસ ગરબા લીધા અને શિવ ભકતો હરહર મહાદેવના નાદ સાથે નાચ્‍યા હતા. આ શોભાયાત્રા વાજતે ગાજતે  નીકળી હતી.

આ શોભાયાત્રા ધર્મશાળામા અવેલ ગોકુલેશ્વર મહાદેવના મંદિરેથી નીકળી અને શહેરના મુખ્‍ય માર્ગો પરથી હરહર ભોલે હરહર મહાદેવના નાદ સાથે પસાર થઈ સમગ્ર શહેરનુ વાતાવરણ શિવમય બનાવી અને રાજુલાના આસ્‍થાના પ્રતિક સમાન એવા કુંભનાથ સુખનાથ મહાદેવના મંદિરે બપોરની આરતી સમયે પહોંચી શિવ ભકતોએ મહા આરતી કરી હતી આ શોભ યાત્રા દરમિયાન રાજુલાના નાના મોટા વેપારીઓએ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખેલ હતા અને શોભા યાત્રામા જોડાયા હતા. આ શોભા યાત્રામાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, આર એસ એસ સહિતના હિંદુ ધાર્મીક સંસ્‍થા સંગઠન અને તેના કાર્યકરો જોડાયા હતા.

(2:03 pm IST)