Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

યાત્રાધામ વીરપુરમાં મુકિતધામ સ્‍મશાનમાં બિરાજતા મુકતેશ્વર મહાદેવની રાત્રે મહાઆરતી

વીરપુર જલારામઃ યાત્રાધામ વીરપુરમાં મુક્‍તિધામ સ્‍મશાનમાં બિરાજતા મુક્‍તેશ્વર મહાદેવની રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના જગવિખ્‍યાત યાત્રાધામ વીરપુર જલારામધામ ખાતે આવેલ મુક્‍તિધામ એટલે કે સ્‍મશાનમાં બિરાજતા મુક્‍તેશ્વર મહાદેવની મહાઆરતી રાત્રે બાર વાગ્‍યે કરવામાં આવી હતી,સામાન્‍ય રીતે લોકો રાત્રીના સમયમાં સ્‍મશાનમાં જતા ડરતા હોય છે પરંતુ વીરપુર સ્‍મશાનમાં બિરાજમાન છે દેવાધિદેવ મુક્‍તેશ્વર મહાદેવ આ મુક્‍તેશ્વર મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક છે અને વીરપુરના સ્‍મશાનમાં આવેલું છે.દરવર્ષે મહાશિવરાત્રી નીમિતે વીરપુર ગામના સેવાભાવી યુવાનો દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી મુક્‍તેશ્વર મહાદેવની આરતી ડાક-ડમરૂ વગાડીને રાત્રીના બાર વાગ્‍યે કરવામાં આવે છે,વીરપુરના સેવાભાવી યુવાનો દ્વારા મુક્‍તેશ્વર મહાદેવ મંદિર આખુ મુક્‍તિધામ એટલે કે સ્‍મશાન શણગારવામાં આવે છે તેમજ આખા સ્‍મશાનમાં ૨૧૦૦ દિવડા પ્રગટાવીને રોશની કરવામાં આવે છે,શ્રી મુક્‍તેશ્વર મહાદેવની મહા આરતીમાં હજારો શિવભક્‍તો દર્શન માટે ઉમટી પડે છે ત્‍યારે ભજન કીર્તન અને શિવજીના ગુણગાન ગાઈને હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, મહાઆરતી બાદ ભાંગ તેમજ ફ્રુટનો પ્રસાદ શિવભક્‍તોને આપવામાં આવ્‍યો હતો. (તસ્‍વીરઃ કિશન મોરબીયા-વીરપુર- જલારામ).

(1:07 pm IST)