Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરમાં ચીલઝડપ કરનાર ઝડપાઇ ગયો

જામનગર,તા. ૨૦ : સીટી સી ડીવી પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૨૨૩૦૩૪૦ આઇ.પી.સી. કલમ ૩૭૯ (ક) (૧) મુજબ મોબાઇલ ચોરીનો ગુન્‍હો અનડીટેક્‍ટ જે શોધી કાઢવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંયમાં હતા. તે દરમ્‍યાન બાતમી આધારે રડારરોડ, બંસી સ્‍કૂલ આજુબાજુના વિસ્‍તારમાં એક ઇસમ કાળા કલરનું હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડ પ્‍લસ મોટર સાઇકલ જેના રજી નં. જીજે-૧૦-ડીકે-૭૨૭૮ અને આગળ ક્રિષ્‍ના ભગવાનનું સ્‍ટીકર લગાવેલ છે જે ઉપરોકત ગુન્‍હાના કામે ફુટેઝમાં જે ઇસમ દેખાય છે તે ઇસમ છે અને ફરીથી કોઇ મિલ્‍કત સંબંધી ગુન્‍હો કરવાની ફીરાકમાં હોય તેવી હકીકત આધારે વોચમાં રહી આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાઇકલ સાથે પકડી પાડી ઉપરોકત અનડીટેક્‍ટ ગુન્‍હો ડીટેક્‍ટ કરેલ છે તેમજ સદરહું આરોપીની પુછપરછ કરતા તેને જણાવેલ કે આજથી દસ દિવસ પહેલા ગોકુલનગર ગોરબાપા વાળી ગલીમાં એક મહીલાના ગળામાં પહેરેલ દાગીનાની ચીલ ઝડપની કોશીષ કરેલ હતી.

પકડાયેલ આરોપી રાહુલ પાલાભાઇ કંડોરીયા જાતે આહીર ઉવ.૧૮ ધંધો મજુરી રહે. અયોધ્‍યાનગર શેરી નં. ૧૦, રામ મંદિર પાસેથી (૧) રેડમી કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન કિ. રૂા. ૧૫,૦૦૦/- (૨) કાળા કલરનું હીરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મોટર સાઇકલ જેના રજી નં. જીજે-૧૦-ડીકે-૭૨૭૮ મો.સા. જેની કિં. રૂા. ૫૦,૦૦૦ કબ્‍જે કરેલ છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્‍સ. પી.એલ.વાઘેલા, પો.સબ. ઇન્‍સ. વી.બી.બરબસીયા, હેડ કોન્‍સ. ફેઝલ મામદભાઇ ચાવડા, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ, પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, કોન્‍સ. મહેન્‍દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, વિપુલભાઇ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઇ ગોવિંદભાઇ ડાંગર, હરદીપભાઇ વસંતભાઇ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાએ કરી હતી.

(1:07 pm IST)