Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરના ‘‘સાવિત્રી'' ભુવનમાં કાલે સમુહ ધ્‍યાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૦ : તા. ૨૧-૦૨-૨૦૨૩ ને મંગળવારના રોજ  માતાજીના દર્શન દિનના પવિત્ર પાવન પ્રસંગની ઉજવણી ના ભાગ રૂપે   અરવિન્‍દ સોસાયટી જામનગર શાખા દ્વારા, શરુ સેકશન રોડ, જી.એમ.બી. બિલ્‍ડીંગ પાસે,  ‘‘સાવિત્રી'' ભુવનમાં સવારે ૧૦ થી ૧૦.૩૦ સમાધિ સમીપ સમૂહધ્‍યાન અને સાંજે ૦૭.૦૦ થી ૦૮.૦૦ વાગ્‍યા સુધી ભજન, વાંચન તથા ધ્‍યાન  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમોમાં સર્વે મેમ્‍બર્સ ઉપરાંત જામનગર અધ્‍યાત્‍મપ્રેમી ભાઈ બહેનોને પધારવા અર્પિત નિર્મળની યાદીમાં જણાવાયેલ છે.

(2:08 pm IST)