Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

રાજ્‍ય હજ કમિટીના મેમ્‍બર તરીકે નઝહતબેન સેતાની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૦: ગુજરાત રાજ્‍ય હજ કમિટીના મેમ્‍બર તરીકે મહેસાણાના નજહતબેન સેતાની વરણી કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા ભાજપ માં કાર્યશીલ અને શક્‍તિશાળી મહિલા નજહતબેન સેવાકિય ક્ષેત્રે નામના મેળવી છે મહેસાણા નગર પાલિકાના સભ્‍ય તરીકે પ્રસંશનીય કામગીરી કરી ચુકયા છે તેમજ ગુજરાત રાજ્‍ય અલ્‍પ સંખ્‍યક નાણાં નિગમના ડિરેક્‍ટર તરીકે પણ નોંધપાત્ર સેવાઓ બજાવી છે ભાજપમાં સંગઠન બાબતે પણ સરાહનીય કામગીરી કરી છે તેવી સુંદર અને પ્રસંશનીય કામગીરીની  ગુજરાત પ્રદેશ ભાજપે નોંધ લઈ ગુજરાત રાજ્‍ય હજ કમિટીના ડિરેક્‍ટર તરીકે નીડર નિષ્ઠાવાન અને લોખંડી મહિલા નજહત બેન સેતાની નિમણુક કરવામાં આવતા સમગ્ર મહેસાણા જિલ્લામાં અને ખાસ કરી ને મુસ્‍લિમ સમાજમાં ખૂબ જ હર્ષ ની લાગણી ફેલાઇ હતી.(

(2:03 pm IST)