Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગુજરાત યુનિવર્સીટી પદવી સમારોહમાં સાવરકુંડલાના ચિરાગ બોદર એ સારા માર્ક મેળવતા સન્‍માન

સાવરકુંડલાઃ ગુજરાત યુનિવર્સીટી પદવી સમારોહ માં સાવરકુંડલા ના ચિરાગ બોદરે સારા માર્ક મેળવતા તેઓ નું સન્‍માન કરવા માં આવતા સાવરકુંડલા ની ગૌરવ વધારેલ હતું. સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં નોકરી કરતા સામાન્‍ય માણસ શાંતિભાઈ બોદરના દીકરો ચિરાગ બોદરે બી કોમ સેમેસ્‍ટર ૩ માં એકાઉન્‍ટ વિષયમાં સારા માર્ક મેળવતા ગુજરાત યુનિવર્સીટી પદવી સમારોહ માં રાજ્‍યપાલ શ્રી અને શિક્ષણ મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિ માં બોદર ચિરાગ શાંતિભાઈ નું એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવેલ હતું.      ચિરાગ બોદરની એકદમ નબળી સ્‍થિતિ હોવા છતાં શાંતિભાઈ બોદરના સપનાને સાકાર કરવા અભ્‍યાસ ક્ષેત્રે ખૂબ જ પરિશ્રમ અને મહેનત કરી  મહાનુભાવોના હસ્‍તે એવોડ પ્રાપ્ત કરતા ચિરાગ બોદરે સમગ્ર સાવરકુંડલા શહેરનું નામ રોશન કરેલ હતુ

(1:11 pm IST)