Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીના નીચી માંડલ ગામે સીરામીક કવાર્ટરમાં પરપ્રાંતીય યુવાનનો આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી પાસે કારખાનાના લેબર ક્‍વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ મેપ્‍સ સિરામિકના કારખાનાના ક્‍વાર્ટરમાં રહેતા ૩૯ વર્ષીય બીરા રાધુઆ દેહુરી નામના યુવાને લેબરક્‍વાર્ટરમાં ગળાફાંસો ખાધો હતો. જે બાદ તેને મોરબીની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મૃત્‍યુના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

(2:06 pm IST)