Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ટંકારાના નેકનામ પાસે ડમ્‍પર હડફેટે રીક્ષાનો બુકડો થઇ ગયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : ટંકારાના નેકનામ ગામના પાદર પાસે બેકાબુ ગતિએ આવતા ડમ્‍પરે રીક્ષાને અડફેટે લેતા રીક્ષાનો બુકડો થઇ ગયો હતો.

ટંકારાના નેકનામ ગામેં રહેતા ફરિયાદી તેજુભા નાયુભા ઝાલાએ ટંકારા પોલીસમાં આરોપી ડમ્‍પર ચાલક ઇકબાલભાઇ નુરમામદભાઇ ગંધ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે  પોતાની સી.એન.જી. રીક્ષા GJ-10-T-8856ને નેકનામ ગામ ના પાદરમા હમીરભાઇ રબારીની પાનની કેબીન સામે ઊભા હતા. એ સમયે આરોપી ઇકબાલભાઇએ પોતાના હવાલા વાળું ડમ્‍પર GJ-36-V-7416 લઈને પૂરપાટ વેગે આવી રીક્ષાને અડફેટે લેતા રીક્ષામાં ભારે નુકસાન થયું હતું.જે મામલે ટંકારા પોલીસે ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)