Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીમાં ૨૦ બોટલ દારૂ સાથે તાહિર બેલીમ પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબીમાં શનાળા રોડ પર વિદેશી દારૂના જથ્‍થા સાથે એક યુવકની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ થી શંખેશ્વર મહાદેવમંદીર વાળી શેરીમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી તાહિર યુનુસભાઈ બેલીમની તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની રૂપિયા ૯૭૫૦ની કિંમતની કુલ ૨૦ નંગ બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરી આરોપી તાહેર વિરૂદ્ધ ગુન્‍હો દાખલ કરી ધરપકડ કરી હતી.

(1:19 pm IST)