Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદરમાં આવતીકાલે માતુભાષા દિનનીઉજવણી : કવિ સંમેલન તથા વ્‍યાખ્‍યાન

નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠાન, રોજગારી કચેરી તથા સાહિત્‍ય અકાદમી દ્વારા અલાયદુ આયોજન

પોરબંદર તા. ર૦ : આવતીકાલે માતૃભાષા મહોત્‍સવ અંતર્ગત કવિ સંમેલન તથા વ્‍યાખ્‍યાનનું આયોજન નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠન સંસ્‍થા, રોજગાર કચેરી અને સાહિત્‍ય અકાદમી દ્વારા માતૃભાષા દિનની ઉજવણી હેઠળ કરવામાં આવ્‍યું છ.ે

વિશ્વભરમાં ર૧મી ફેબ્રુ.એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત ગુજરાત સાહિત્‍ય અકાદમી, જિલ્લા રોજગાર કચેરી અને નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠાન સંયુકત ઉપક્રમે માતૃભાષા મહોત્‍સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વ્‍યાખ્‍યાન અને કવિ સંમેલન મુશાયરાનું આયોજન આવતીકાલે તા.ર૧ મંગળવારે સાંજે ૬ કલાકે ગોઢાણીયા કોલેજ ખાતે કરેલ છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અધિક કલેકટર રેખાબા સરવૈયા, મુખ્‍ય વકતા તરીકે ઇતિહાસવિદ નરોતમભાઇ પલાણ, લેખક દુર્ગેશભાઇ ઓઝા, કવિઓ હિરજી સિંચ, પરીક્ષિત મહેતા અને કિશન દાવડા વગેરે ઉપસ્‍થિત રહી આપણી માતૃભાષાને પોતાના શબ્‍દપુષ્‍પોથી વધાવશે.

આ માતૃભાષા મહોત્‍સવ કાર્યક્રમમાં કલા અને સાહિત્‍ય રસિકોને ઉપસ્‍થિત રહી માતૃભાષાને માન આપવા વ્‍યાખ્‍યાન અને મુશાયરાની મોજ માણવા ગુજરાત સાહિત અકાદમીના મહામાત્ર ડો. જયેન્‍દ્રસિંહ જાદવ, જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમાર, નવરંગ સાહિત્‍ય સંગીત કલા પ્રતિષ્‍ઠાનના પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયા અને મંત્રી ડો. સ્‍નેહલ જોશીએ જાહેર આમંત્રણ એક યાદીમાં પાઠવ્‍યું છે.

(1:21 pm IST)