Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ધોરાજીમાં મહિલાને ચાલુ બસે ૧૦૮ની ટીમે ડીલેવરી કરાવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી : મુળ મધ્‍યપ્રદેશના રહીશ અને હાલ પોરબંદર વિસ્‍તારમાં મજૂરી કામે આવેલ પરિવારના મોસમીબેન ને છ મહિનાની પ્રેગનેંસી હતી એ દરમિયાન તેઓ પોરબંદર થી મધ્‍યપ્રદેશ ખાનગી બસમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ધોરાજી નજીક પોહચતા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતા બસ ચાલકે ૧૦૮ ને ફોન કરી જાણ કરતા ૧૦૮ પરનાં ઈ.એમ.ટી. નયનભાઇ અને ડ્રાઈવર ઈન્‍દ્રસિંહ તાત્‍કાલીક ધોરાજી નેશનલ હાઇવે પાસે બસ પાસે પહોંચી મહિલાની તાત્‍કાલીક ડીલવરી કરાવી હતી. અને બાળકના ગળા ફરતે વીંટળાયેલ (umbical cord)ની સારવાર કરી માતા અને બાળકનો જીવ બચાવ્‍યો હતો. અને સ્‍થળ પર જોખમી ડીલેવરી કરાવી વધુ સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

(2:08 pm IST)