Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

રાજ્‍ય શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્‍નો રજ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦: ગાંધીનગર આઈઆઈટી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની કારોબારી બેઠક મળી હતી. જેમાં કાર્યવાહી ચર્ચા અનિરુદ્ધસિંહ મંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી.

ત્‍યારબાદ મહિલા ઉપાધ્‍યક્ષ પલ્લવીબેન પટેલે મહિલા સંમેલન અને માતૃશક્‍તિની સંગઠનમાં ભાગીદારી વિશે વાત કરી હતી. ત્‍યારબાદ મહેન્‍દ્રજી કપૂરે સંગઠનમાં માતૃશક્‍તિ સહભાગિતા કેવી રીતે વધારવી? તેમજ માતૃશક્‍તિ એટલે શક્‍તિ જ છે એટલે માતૃશક્‍તિ માટે સશક્‍તિકરણ શબ્‍દ પ્રયોજન વામપંથી વિચારધારાનો શબ્‍દ હોય વાપરવો જરૂરી નથી.માતૃશક્‍તિ સંમેલનમાં કઈ કઈ બાબતો સામેલ કરવી વગેરે વિશે વાતો કરી હતી.ત્‍યારબાદ મિતેશભાઈ ભટ્ટ મંત્રીએ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક વારાણસી ખાતે યોજાઈ ગઈ એ બેઠકમાં રજૂ થયેલ શિક્ષકોના પ્રશ્નો વિશે ચર્ચા કરી આગામી દિવસોમાં ઓપીએસ જેવા પ્રાણ પ્રશ્નો માટે સમગ્ર દેશમાં સરકાર સમક્ષ માંગણી મુકવામાં આવશે,તેમજ એકમ કસોટી માટે શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં સિત્તેર હજાર શિક્ષકોએ આપેલ જવાબનું પીપીટી પ્રેઝન્‍ટેશન રજૂ કર્યું. જેમાં ૯૬% શિક્ષકોએ જણાવ્‍યું કે એકમ કસોટી અને સ્‍કેનિંગના કારણે અભ્‍યાક્રમ પૂર્ણ થતો ન હોય એકમ કસોટી બંધ કરવા ભલામણ કરેલ છે.

ત્‍યારબાદ જિલ્લા વાઈઝ શિક્ષકોના પ્રશ્નોના તમામ જિલ્લા અધ્‍યક્ષ દ્વારા બદલી કેમ્‍પ સત્‍વરે કરવા,પીપીપી મોડેલ, આગામી વર્ષે ધોરણ પહેલાના બાળકોને છ વર્ષે પ્રવેશ આપવામાં આવવાનો હોય સેટ અપ બાબતે ચિંતન મનન મંથન કરવા રજુઆત કરવી, શાળા સ્‍વચ્‍છતાના કામો બાળકો દ્વારા થતા હોય તો આચાર્યો શિક્ષકોને હેરાન કરવામા આવે છે એ અટકવવા બાબત, વર્ષ ૨૦૦૫ પહેલાના શિક્ષકોને ઓપીએસ લાગુ કરવા અને ૨૦૦૫ પછીના માટે ૧૪્રુ સરકારી ફાળો જમા કરવા,એકમ કસોટી રદ કરવા, એચટાટ મુખ્‍ય શિક્ષકોના પ્રશ્નો જેવા કે ઓપી પરત આપવું બદલી કેમ્‍પ કરવા, શાળામાંથી એસ.આઈ.ની નિમણુંક થયેલ હોય એમની જગ્‍યા ભરવી, પેટા શાળાના આચાર્ય તાલુકા શાળાના આચાર્ય અને સીઆરસી બીઆરસીના ભથ્‍થામાં વધારો કરવામાં આવે,પગાર રાજયકક્ષાએથી સીધા શિક્ષકોના બેંક ખાતામાં જમા કરવા બાબત વગેરે પ્રશ્નોની રજુઆત કરી હતી મોરબી જિલ્લા વતી દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્‍યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંપ્રત પ્રશ્નોની રજુઆત કરી હતી.

મોરબી જિલ્લામાંથી કરશનભાઈ ડોડીયા રાજય કારોબારી સભ્‍ય,કાર્યકારી અધ્‍યક્ષ પ્રવિણભાઇ ધોળું,સી.ઉપાધ્‍યક્ષ પ્રદિપભાઈ કુવાડિયા, નટુભાઈ પટેલ ઉપાધ્‍યક્ષ જિલ્લા ટિમ,સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ હિતેશભાઈ ગોપાણી મનીષભાઈ બારૈયા ઉપાધ્‍યક્ષ જિલ્લા મહાસંઘ, ડાયાલાલ બારૈયા અધ્‍યક્ષ ટંકારા, હિતેશભાઈ પંચોટીયા પ્રચાર મંત્રી હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી હળવદ, સંદીપભાઈ આદ્રોજા સભ્‍ય મહાસંઘ વગેરેએ રાજય કારોબારી બેઠકમાં ઉપસ્‍થિત રહી મોરબી જિલ્લાના શિક્ષકો વતી પ્રતિનિધિત્‍વ કર્યું હતું.

(1:24 pm IST)