Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કુતિયાણામાં લોકોને વ્‍યાજખોરોના ત્રાસથી બચાવવા સરકારી-સબસીડી લોન મેળો

પોરબંદર તા. ર૦ : કુતિયાણા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની જનતાને વ્‍યાજખોરના ત્રાસથી બચવાના ભાગ રૂપે સરકારી/સબડીડી લોન મેળાનું આયોજન કુતિયાણા પોલીસ દ્વારા કરાયું હતું.

પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા પોરબંદર ગ્રામ્‍ય વિભાગ પોરબંદરના ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્‍ટેશનના પો.સબ. ઇન્‍સ. એ.એ.મકવાણાનાઓની અધ્‍યક્ષતામાં કુતિયાણા પોલીસ સ્‍ટેશન દ્વારા વ્‍યાજખોરોના ત્રાસમાંથી અમા જનતાને બચાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે કુતિયાણા પોલીસ સ્‍ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવા આવેલ હતું. મેળામાં આમ નાગરીકોને સરળતાથી લોન મળી રહે તે માટે બેન્‍ક કર્મચારીઓ હાજર રહેલ અને આ લોન મેળામાં પી.એમ.સ્‍વનીધી યોજના મુખ્‍યમંત્રી મુદ્રા યોજના, મુખ્‍યમંત્રી મહીલા ઉત્‍કર્ષ યોજના, માનવ કલ્‍યાણ યોજના વિગેરે સરકારની પ્રજાલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નાગરીકોને સરળતાથી લોન મળી રહે તે અંગે સમજ આપવા આવી તેમજ દેવજી ધીરૂભાઇ માંડવીયા, રાજુભાઇ ડોડીયા, ધર્મેન્‍દ્ર ભીખુભાઇ વાઘેલા, કનુ મગનભાઇ સોલંકી તથા અનીલ કાન્‍તીલાલ ચુડાસમા રહે કુતિયાણા વિગેરે કુલ પ નાગરીકોને ટોટલ રૂા.૧૦૦૦૦૦ લોન સ્‍થળ ઉપરજ ડોકયુમેન્‍ટ ચકાસણી કરી મંજુર કરવામાં આવેલ તેમજ અન્‍ય કુલ ૮ નાગરીકોની લોન મંજુર થાય તે માટે જરૂરી ડોકયુમેન્‍ટ ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

(1:24 pm IST)