Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદરની દિવ્‍યાંગ યુવતીએ પેરા એથ્‍લેટીકસ સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય કક્ષાએ સિલ્‍વર મેડલ મેળવ્‍યો

પોરબંદર, તા., ૨૦: દિવ્‍યાંગ પ્રિયા સરમણભાઇ કોડીયાર નામની યુવતીએ  એથ્‍લેટીકસ સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય કક્ષાએ વિજેતા બની સિલ્‍વર મેડલ મેળવીને પોરબંદર જીલ્લાને ગૌરવ અપાવ્‍યું છે.

આ રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પર્ધામાં ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદર દ્વારા દિવ્‍યાંગ યુવતી પ્રિયા સરમણભાઇ કોડીયાતરને કોચ દ્વારા પધ્‍ધતીસરની તાલીમ આપી આ સ્‍પર્ધામાં ભાગ લઇ ૧૦૦ મીટર દોડ ૧૮.૩૯ સેકન્‍ડમાં પુરી કરી રાષ્‍ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. તેઓની આ ઝળહળતી સિધ્‍ધી બદલ સંસ્‍થાના સેક્રેટરી કમલેશભાઇ ખોખરી, ડો.સુરેશભાઇ ગાંધી અને કમીટી મેમ્‍બર્સોએ  અભિનંદન પાઠવેલ છે.

દિવ્‍યાંગ યુવતી પ્રિયા સરમણભાઇ કોડીયાતરને સરદાર પટેલ સ્‍પોર્ટસ સંકુલ પોરબંદરના સીનીયર કોચ મનીષભાઇ જીલડીયાના માર્ગદર્શન હેઠળ એથલેટીક કોચ કૌશીક સિંધવા દ્વાા ટ્રેઇનીંગ આપામાં આવેલ પોતે દિવ્‍યાંગ હોવા ઉપરાંત ફકત માતાના સહારે જીવન જીવતી આ દિવ્‍યાંગ યુવતીએ પોતાની દિવ્‍યાંગતાને કોરાણે મુકી જોમ અને જુસ્‍સા સાથે સખત પરીશ્રમ કરી રાષ્‍ટ્રીય કક્ષાની આ સિધધી હાંસલ કરેલ છે.

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની દિવ્‍યાંગ ખેલાડીઓને પ્રોત્‍સાહીત કરવા માટે મળવાપાત્ર રૂપીય એક લાખનું ઇનામ પણ  આ દિવ્‍યાંગ યુવતીને મળવાપાત્ર બનશે. જે તેમની રમત ગમત ક્ષેત્રની કારકીર્દી માટે ઉપયોગી નિવડશે. પોરબંદર જીલ્લાના અનેક દિવ્‍યાંગ ખેલાડીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ ઝળહળતી સિધ્‍ધી હાંસલ કરી શકે તેમ છે. પરંતુ તેમને પધ્‍ધતીસરની તાલીમ આપનાર કોચની સરકાર દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવે તો પોરબંદર જીલ્લાના દિવ્‍યાંગ ખેલાડીઓ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ગુજરાત રાજયનુ નામ રોશન કરી શકે છે.

(1:24 pm IST)