Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જુનાગઢમાં લોક ભાગીદારીથી નિર્માણ પામેલ અદ્યતન સુવિધા સાથેનું એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું

જૂનાગઢ તા. ૧૮    ગળહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ  ઝાંઝરડા રોડ ખાતે લોક ભાગીદારીથી નિર્માણ પામેલ અદ્યતન સુવિધા સાથેના એસ.ઓ.જી. એટલે કે, સ્‍પેશ્‍યિલ ઓપરેશન ગ્રુપના પોલીસ સ્‍ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે પોલીસના જવાનોએ ગાર્ડ ઓફ ઓર્નર આપી પોલીસ જવાનોએ મંત્રીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. આ સાથે ગળહરાજ્‍યમંત્રીશ્રીએ તકતી અનાવરણ કરીને અને રિબિન કાપીને એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનને ખુલ્લુ મૂકયું હતું. અદ્યતન સુવિધાસભર આ પોલીસ સ્‍ટેશનમાં પી.આઈ.- પી.એસ.આઈ ચેમ્‍બર, લોકઅપ રૂમ, ૨ ઈન્‍ટ્રેગેશન રૂમ, સાઈબર સેલ, કોમ્‍પ્‍યુટર રૂમ, ફિલ્‍ડ રૂમ, ઓફિસ રૂમ સહિત ૧૧ જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્‍યાં છે.   આ પ્રસંગે ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ, ધારાસભ્‍ય સર્વ સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠીયા, મેયર  ગીતાબેન પરમાર, ડેપ્‍યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા આઈ.જી.પી. મંયકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, પી.આઈ. ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.  (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:43 pm IST)