Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરમાં લગ્ન બાબતે બોલચાલી થતા બઘડાટી : સામસામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં અશોકભાઈ મનજીભાઈ આરઠીયા, ઉ.વ.૪૮, રે. ગોકુલનગર, ગીરીરાજ પાન સેન્‍ટરની આગળ શેરી નં.૮ વાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૧૯-ર-ર૦ર૩ના ગોકુલનગર, દલવાડીનગરમાં ફરીયાદી અશોકભાઈના દિકરીએ રવીભાઈ પાટડીયા સાથે ફરીયાદી અશોકભાઈ તથા પરીવાર વિરૂઘ્‍ધ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી જગદીશભાઈ જીવણભાઈ ડાભી એ ફરીયાદી અશોકભાઈને ભુંડી ગાળો બોલતા જે બાબતે ફરીયાદી અશોકભાઈએ આરોપી જગદીશભાઈના ઘરે જતા આરોપી જગદીશભાઈએ ફરીયાદી અશોકભાઈને કુવાડાનો પ્રાણઘાતક ઘા માથામા મારી મારી નાખવાની કોશીષ કરી આરોપી જગદીશભાઈના દિકરા એ લોખંડના એગલથી વાસામા મુઢ ઈજા કરી તથા ડાબા હાથના કાંડા પાસે એક ઘા મારી લોહી કાઢી ઈજા કરી એકબીજાને મદદગારી કરી જીલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જામનગર : અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જગદીશભાઈ જીવણભાઈ ડાભી, ઉ.વ.૪પ, રે. સોમનાથ સોસાયટી, દલવાડીનગર, આશાપુરા માતાજીના મંદિરવાળી શેરી વાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૧૯-ર-ર૦ર૩ના ફરીયાદી જગદીશભાઈના ભાણેજ રવી પાટડીયાની સગાઈ આરોપી અશોકભાઈ મનજીભાઈ આરઠીયાની દિકરી પૂનમ સાથે થયેલ હોય અને તુટી ગયેલ હોય અને આરોપી અશોકભાઈની દિકરી ફરીયાદી જગદીશભાઈના રીક્ષામાં મજુરી કામે જતી હોય અને તે દરમ્‍યાન ફરીયાદી જગદીશભાઈના ભાણેજ સાથે આરોપી અશોકભાઈન દિકરીએ ભાગીને પ્રેમલગ્ન કરેલ હોય જેમા ફરીયાદી જગદીશભાઈએ મદદ કરેલ હોવાની શંકા આરોપી અશોકભાઈને હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી જગદીશભાઈ સાથે ઝઘડો કરી ગાળા ગાળી કરી કુવાડીના એક પ્રાણઘાતક ઘા ફરીયાદી જગદીશભાઈના માથામાં મારી જાનથી મારી નાખવાની કોશીષ કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ગળામાંથી ચેઈન ખેચવાની કોશીષ

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં રસીકભાઈ વલ્લભભાઈ ઉમરેઠીયા, ઉ.વ.૩૮, રે. મુરલીધરનગર, રોડ નં.ર, શેરી નં.૧૦ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-ર-ર૦ર૩ના ગોકુલનગર, નારયણનગર, સતીપાર્કમાં રોડ પર ફરીયાદી રસીકભાઈના દિકરી તથા પત્‍ની તથા પાડોશી ચાલીને જતા હતા તે દરમ્‍યાન કોઈ અજાણ્‍યા ઈસમે મોટરસાયકલ પર આવી ફરીયાદી રસીકભાઈના દિકરીના ગળામાં હાથ નાખી ગળામાં સોનાનો ચેઈન પહેરેલ હોય તે જોરથી ખેચવાની કોશીષ કરી મોટરસાયકલ ફુલ સ્‍પીડથી ભગાડી નાશી જઈ ગુનો કરેલ છે.

ઓઈલ મીલમાં: એક

લાખથી વધુ મતાની ચોરી

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં વિજયભાઈ વિઠ્ઠલભાઈ વેકરીયા, ઉ.વ.ર૮, રે. પટેલ પાર્ક, ધોરાજી રોડ, કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છેકે તા.૧૪-૧-ર૦ર૩ના કોઈ અજાણ્‍યા ચોર ઈસમે વહેલી સવારેના આશરે ત્રણ વાગ્‍યાથી ચાર વાગ્‍યાના અરસામાં ફરીયાદી વિજયભાઈની જામનગર રોડ પર આવેલ ભભઆશ્રય ઓઈલ મીલભભ ના ગોડાઉનમા ચીમનીના ગોખલામાંથી ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી ગોડાઉનમાં આવેલ ઓફીસનો દરવાજાનો લોક તોડી ઓફીસમાં પ્રવેશ કરી ટેબલના ખાનાના લોક તથા ટેબલ નીચેનું ગુપ્‍ત લોકર તોડી તેમાંથી રોકડા રૂ.૧,૧૦,૦૦૦/- ની તથા ગોડાઉનમાં રાખેલ શીંગતેલના ભરેલા બે ડબ્‍બા જેની કિંમત રૂ.પ૦૦૦/- ની ચોરી કરી તથા ફરીયાદી વિજયભાઈની ઓઈલમીલની બાજુની મીલ ભભનીજાનંદ એગ્રી એકસપોર્ટભભ માં પણ રાત્રી દરમ્‍યાન ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી મીલકતને નુકશાન પહોચાડી કુલ રૂ.૧,૧પ,૦૦૦/- ની ચોરી કરી મીલકતને નુકશાન પહોંચાડી કોઈ અજાણ્‍યા ચોર ઈસમે નાશી જઈ ગુનો કરેલ છે.

કોટન ઈન્‍ડસ્‍ટ્રીઝ

સહિત બે કારખાનામાં ચોરી

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં દર્શનભાઈ રામજીભાઈ વરસાણી, ઉ.વ.૩૩, રે. ઘનશ્‍યામનગર, વેસ્‍ટ, ક્રિસ્‍ટલ મોલની પાછળ, બ્‍લોક નં.૩૭, શેરી નં.૧, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-૧-ર૦ર૩ થી તા.૧૯-૧-ર૦ર૩ દરમ્‍યાન ફરીયાદી દર્શનભાઈની કાલાવડ-રણુજા રોડ પર આવેલ ભભકૈલાશ કોટન ઈન્‍ડસ્‍ટ્રીઝભ માં આવેલ ઓફીસ બિલ્‍ડીંગના પાછળના ભાગની બારીની લોખંડની ગ્રીલ તોડી ઓફીસમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી ટેબલનો લોક તોડી જેમા રોકડા રૂ.૧,૮૦,૦૦૦/- તથા બાજુના બીજા રૂમમાથી ચાંદીના બે સિકકા કિંમત રૂ.ર૦૦/- મળી કુલ રૂ.૧,૮૦,ર૦૦/- ના રોકડ રૂપિયા તથા માલમતાની ચોરી કરી તથા ભભશીતલ યુનીવર્સલ લીમીટેડભ ની ઓફીસ બિલ્‍ડીંગની બારીઓની ગ્રીલ તોડી ચોરી કરવાના ઈરાદે ઓફીસમાં પ્રવેશ કરી ટેબલનો લોક તોડી મીલ્‍કતને નુકશાન પહોંચાડી તથા ભભપુજા કોટન ઈન્‍ડસ્‍ટ્રીઝભભ માં ચોરી કરી કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી નાશી જઈ ગુનો કરેલ છે.

ઠપકો આપતા માર માર્યો

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં એઝાઝ અસલમભાઈ પોપટપુત્રા, ઉ.વ.૩૦, રે. મેમણપરા, જોડીયાવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-ર-ર૦ર૩ના ફરીયાદી એઝાઝએ આરોપી લીયાકત હબીબભાઈ ખ્‍યાર એ પોતાના ઘર પાસે ભુંડા બોલવા બાબતે ઠપકો આપતા જેનો ખાર રાખી આરોપી લીયાકત હબીબભાઈ ખ્‍યાર એ ફરીયાદી એઝાઝને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી તથા આરોપી રીયાઝ હબીબભાઈ ખ્‍યાર તથા સમીર કાદરભાઈ ખ્‍યાર એ ફરીયાદી એઝાઝને જમણા પગના ઢીચણ તથા ડાબા હાથની હથેળીમાં લોખંડના પાઈપ મારી શરીરે મુંઢ ઈજા કરી તથા આરોપી લીયાકતએ ફરીયાદી એઝાઝને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દરબારગઢ પાસે અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

અહીં દરબારગઢવાળી શેરીમાં રહેતા ઈમરાન ઉર્ફે પપ્‍પુ સતારભાઈ લાલપરીયા, ઉ.વ.૩૬ વાળા એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કોઈ અજાણ્‍યો પુરૂષ, ઉ.વ.આ.૩પ વાળો કોઈપણ કારણોસર મરણ ગયેલ છે.

પગ લપસી જતા વૃઘ્‍ધનું મોત

ધ્રોલ તાલુકાના ભેસદડ ગામે રહેતા વિરમભાઈ મયાભાઈ વહેરા, ઉ.વ.પર વાળા એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯-ર-ર૦ર૩ના મરણજનાર મયાભાઈ ધનાભાઈ વહેરા, ઉ.વ.૯પ વાળાના પગ લપસી જતા કુવામાં પડી જતા પાણીમાં ડુબી જતા સારવારમાં ધ્રોલ સરકારી હોસ્‍પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-ર-ર૦ર૩ના ચાંદીબજાર સર્કલ પાસે આરોપી મનીષભાઈ જેનાનંદ મોટવાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

કારે મોટરસાયકલને હડફેટે લેતા ઈજા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કમળાબેન દિનેશભાઈ મેપાભાઈ મકવાણા, ઉ.વ.૪૦, રે. વનાણા ગામવાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૯-ર-ર૦ર૩ના ફરીયાદી કમળાબેન તથા તેના પતિ દિનેશભાઈ પોતાનું હિરો મોટરસાયકલ જેના રજી.નં.જી.એચ.-૩૭-ડી-પ૬૭૬વાળુ લઈ ભાણવડથી વનાણા ગામ જતા હોય ત્‍યારે હોથીજી ખડબા ગામના ચોકડી પાસે મોટરસાયકલ સહિત રોડ ક્રોસ કરતા હતા ત્‍યારે વસંતપુર ગામ તરફથી આરોપી સ્‍વીફટ કાર જેના રજી.નં. જી.જે.-૦૩-ઈ.એલ.-૩ર૯રનો ચાલક પુરઝડપે ગફલતભરી રીતે પોતાની કાર ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડી એકસીડન્‍ટ કરતા ફરીયાદી કમળાબેનને સામાન્‍ય ઈજાઓ કરી તથા તેના પતિ દિનેશભાઈને બંન્‍ને પગમાં ફેકચર જેવી ઈજા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી પોતાની કાર સ્‍થળ પર મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

(1:46 pm IST)