Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરના રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવજીના આશુતોષ સ્‍વરૂપ સાથેની પાલખીનું પૂજન કરાયું

જામનગર : જામનગર : છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં છેલ્લા ૪૧ વર્ષથી શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે આ વખતે ૪૨માં વર્ષમાં પ્રવેશ કરે છે, જયારે હિન્‍દુ ઉત્‍સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા યોજનારી શોભાયાત્રામાં ભગવાન શિવજીની રજત મઢીત પાલખી કે જેનું પૂજન અર્ચન આજે સવારે ૧૧.૦૦ વાગ્‍યે રામદુત હનુમાનજી મંદિરે કરવામાં આવ્‍યો હતો, જ્‍યાં ભગવાન શિવજી ના રજત મઢીત સ્‍વરૂપ અને શિવજીની પાલખીની પ્રસાદ પૂજા સાથે પૂજન અર્ચન કરવામાં આવ્‍યું હતું.  શહેરના ૧૧ દંપત્તિઓ દ્વારા સોડષોપચાર મંત્ર સાથે પૂજન વિધિ કરાવાઈ હતી, અને બપોર બાદ સિધ્‍ધનાથ મહાદેવના મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્‍થાન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. આ પૂજા વિધિ તેમજ મહા આરતીમાં જામનગર શહેરના અનેક શિવભક્‍તો જોડાયા હતા. મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્‍યાસ (મહાદેવ) અને તેમની ટીમ દ્વારા પૂજા વિધિની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(1:46 pm IST)