Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વિસાવદરમાં પ્રેમીકાના વિરહમાં પ્રેમી યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૦  : વિસાવદરના યુવકે પ્રેમિકાના વિરહમાં ટ્રેન નીચે ઝંપલાવી કર્યો હોવાનુ જાણવા મળે છે.આપઘાત કરનાર મળતક યુવકની પ્રેમિકાએ ઝેરી દવા પી જીવનદોરી ટૂંકાવી હતી.ગઈકાલે બપોરના ત્રણ વાગ્‍યે ટ્રેન નીચે આપઘાત કર્યો,સાંજના સમયે પસાર થતી ટ્રેનના ચાલકને ઘટના ધ્‍યાનમાં આવતા મળતદેહને વિસાવદર લવાયો હતો.

વિસાવદરના ખોડીયાર પરામાં રહેતા યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું છે.સતાધારના રેલવે ફાટક નજીક યુવકનો ટ્રેનમાં કપાઈ ગયેલી હાલતમાં મળતદેહ મળ્‍યો છે.યુવાને પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સ્‍થાનિક લોકોમાં ચર્ચા જાગી છે.મળતકની પ્રેમિકાએ પરમ દિઁઆપઘાત કર્યો હતો અને ગઈકાલે તેના વિરહમાં પ્રેમીએ આપઘાત કરી લીધો છે.

વિસાવદર સતાધાર રેલવે ટ્રેક પર બપોરના ત્રણ વાગ્‍યા આસપાસ પસાર થતી ટ્રેનમાં ગૌતમ લાભુભાઈ ખાવડીયા (ઉંમર વર્ષ ૧૯) નામના યુવકે ટ્રેન નીચે સંપલાવી આપઘાત કર્યો હતો.મળતક યુવા બપોરનો ઘેરેથી ચાલ્‍યો ગયો હોય જેથી તેના ભાઈ દ્વારા તેના પિતાને જાણ કરવામાં આવી હતી. મળતકના પરિવારજનો તેની શોધ ખોળ કરતા હતા.તેવામાં ફરી સાંજના સમયે ૬  વાગ્‍યા આસપાસ પસાર થતી ટ્રેનના ચાલકને અચાનક રેલવે ટ્રેક પર યુવકની કપાઈ ગયેલી હાલતમાં મળતદેહ ધ્‍યાનમાં આવ્‍યો હતો. ટ્રેનના ચાલકે ટ્રેન રોકી હતી.દરમિયાન મળતક યુવાનના મળતદેહને એકઠો કરી વિસાવદર લાવવામાં આવ્‍યો હતો.ત્‍યારબાદ તેની ઓળખ થઈ હતી અને એના પરિવારજનોને બોલાવી તે અંગે જાણ કરવામાં આવી હતી. મળતકના પિતાએ જણાવ્‍યું હતું કે.મળતક યુવાન ગૌતમે આ અગાઉ પણ પ્રયાસ કર્યો હતો.પરંતુ સમજાવટથી તે બચી ગયો હતો.યુવતી સાથે યુવકને પ્રેમ થઈ ગયો હતો અને આ યુવતીએ પરમ દિ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો મળતક યુવાનની પ્રેમિકાના આપઘાતની ઘટનાના વિરહમાં ગૌતમે પણ આપઘાત કર્યો હોય તેવું હાલ ચર્ચાએ રહ્યું છે.આ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતક યુવાને અગાઉ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પ્રેમી પંખીડા એક ન થઈ શકે તેમન હોવાથી પહેલા યુવતીએ અને બાદમા યુવકે આપઘાત કર્યો હોવાનું ચર્ચા રહ્યું છે.

(1:46 pm IST)