Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ક્રિકેટ ગ્રાઉન્‍ડનું લોકાર્પણ કરતાં ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી : ગળહ રાજ્‍યમંત્રીએ પ્રતિકાત્‍મક રીતે ક્રિકેટ રમી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો

 જૂનાગઢ : ગળહ રાજ્‍યમંત્રી  હર્ષ સંઘવીએ   જૂનાગઢના બિલખા રોડ સ્‍થિત પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ક્રિકેટ ગ્રાઉન્‍ડનું લોકાર્પણ કર્યું હતું. લોક ભાગીદારીથી બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્‍ડનું લોકાર્પણ કર્યા બાદ ગળહ રાજ્‍યમંત્રીએ ગ્રાઉન્‍ડનું નિરક્ષણ કર્યું હતું. મંત્રીએ પ્રતિકાત્‍મક રીતે ક્રિકેટ રમી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. આ વેળાએ ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા,  ભગવાનજીભાઈ કરગઠિયા,  દેવાભાઈ માલમ, મેયર  ગીતાબેન પરમાર,  હરેશભાઈ પરસાણા,  ગીરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ,   પુનિતભાઈ શર્મા, દિનેશભાઈ ખટારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જૂનાગઢના આઈજી  મયંકસિંહ ચાવડા, એસપી  રવિ તેજા વાસમ શેટી સહિતના પોલીસ અધિકારી ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:47 pm IST)