Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સંસ્‍કાર અને ગુણવત્તા સાથેનું શિક્ષણ મેળવીને યુવાનો રાષ્‍ટ્રના વિકાસમાં સહયોગી બને : મુળુભાઇ બેરા

જેતપુર એકેડમીનો વાર્ષિક મહોત્‍સવ

જેતપુર તા. ૧૮ : શહેરની શૈક્ષણીક સંસ્‍થા જેતપુર એકેડમી ના વાર્ષિક  મહોત્‍સવ ની ઉજવણી અંતર્ગત આયોજિત સાંસ્‍કળતિક અને વિદ્યાર્થીઓ નો અભિવાદન કાર્યક્રમ પ્રવાસન ,સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ અને પર્યાવરણ ક્‍લાયમેટ ચેન્‍જ  વિભાગ ના મંત્રી  મૂળુભાઈ   બેરા ના અધ્‍યક્ષ સ્‍થાને સંસદ સભ્‍ય રમેશભાઈ ધડુક ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાની ઉપસ્‍થિતિમાં યોજાયો.

  વાર્ષિક મહોત્‍સવ ને દીપપ્રાગટય કરી મંત્રી મુળુભાઇ બેરા એ ખુલ્લો મુકેલ અને સંસ્‍થાના ચેરમેન યુવા અગ્રણી પ્રશાંતભાઈ કોરાટે સર્વનું સાલ ઓઢાડી સન્‍માન કરી આવકારેલ. આ પ્રસંગે મંત્રી મુળુ ભાઈ બેરા એ જણાવ્‍યું હતું કે અંતરિયાળ ગામોમાં પણ  શિક્ષણ ની સુવિધાઓ પૂર્ણ રીતે આપી સરકારે શિક્ષણ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે શાળાઓ અપગ્રેટ થઈ રહી છે અંતરિયાળ ગામોની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શિક્ષણનું  સ્‍તર ઊંચું લાવવા માટે પણ ખૂબ જ પ્રયાસ કરવામાં આવેલ છે જેના કારણે આજે અંતરિયાળ વિસ્‍તારોની સરકારી શાળાઓમાં પણ ખૂબ સારું શિક્ષણ અપાઇ રહ્યું છે. સંસ્‍કાર અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ મેળવી યુવાનો રાષ્‍ટ્રના વિકાસમાં સહભાગી બની આગળ વધે એ માટે રાજ્‍ય સરકાર દ્વારા શિક્ષણ ઉપર પૂરતા પ્રમાણમાં ધ્‍યાન આપી રહી છે.

  પ્રસંગોચિત ઉદબોધન ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ કર્યુ હતું.  પૂર્વ મંત્રી જશુબેન કોરાટએ  તથા જેતપુર એકેડમીના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સંકળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્‍યા હતા. અગ્રણી  મનસુખભાઈ ખાચરિયા ઉદ્યોગપતિ રાજુભાઈ હીરપરા, રાજુભાઈ માલવિયા,  દિનકરભાઈ ગુંદરિયા, પી જી કયાડા, જેન્‍તીભાઈ રામોલિયા, બળવંતભાઈ ધામી, જનકભાઈ ડોબરીયા સહિત આગેવાનો, વાલીઓ  ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:48 pm IST)