Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગુમ ૧૪ જેટલા મોબાઇલ ફોન શોધી મુળ માલીકોને પરત અપાવતી જુનાગઢ પોલીસ

જુનાગઢઃ શહેરના ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં જુદા જુદા વિસ્‍તારમાં અરજદારોના પડી ગયેલા તેમજ ગુમ થયેલ મોબાઇલોની જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી. જે અરજીઓની તપાસમાં ગુમ થયેલા મોબાઇલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે સી ડીવીઝન પોલીસ સ્‍ટેશન પો.સબ ઇન્‍સ. જે.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્‍સ. વી.ડી.ડોડીયા તથા પો.હેડ કોન્‍સ. વી.એન.ડાંગર તથા પો.કોન્‍સ. મનહરભાઇ જેરામભાઇ તથા પો.કોન્‍સ. જીલુભા ઠારણભાઇ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેકનીકલ  સેલના એએસઆઇ કમલેશભાઇ કીડીયાની મદદથી ટેકનીકલ સોર્સ આધારે મળેલ માહીતી આધારે જહેમત ઉઠાવતા જુદી જુદી કંપનીના કુલ ૧૪ મોબાઇલ મળી આવેલ હતા. જે તમામ મોબાઇલ અરજદારોને પોલીસ સ્‍ટેશન ખાતે રૂબરૂ બોલાવી સોંપવામાં આવતા અરજદારોને પોતાના મોબાઇલ પરત મળતા ખુશીની લાગણી વ્‍યકત કરેલ હતી. અરજદારોએ જુનાગઢ પોલીસ દ્વારા મદદ કરી ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢતા જુનાગઢ પોલીસનો આભાર વ્‍યકત કર્યો હતો. જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જુનાગ પોલીસ દ્વારા અરજદારોના સી. ડીવી.પો.સ્‍ટે.ના જુદા જુદા વિસ્‍તારમાં ગુમ થયેલ કુલ ૧૪ મોબાઇલ શોધી કાઢી એક સાથે પરત અપાવી. સુરક્ષા સાથે સેવાનું ઉતરદાયીત્‍વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર જુનાગઢ જીલ્લા પોલીસએ સાર્થક કરેલ છે.

(1:48 pm IST)