Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરમાં પાણી-મિલ્‍કત વેરો પરત ખેંચવા કોંગ્રેસ કોર્પોરેટર સહિતનાનો કમિશ્નરને ઘેરાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૦ :.. મનપાની સામાન્‍ય સભા યોજાઇ તે પહેલા કોંગ્રેસી કોર્પોરેટર લોકોને સાથે રાખી વિરોધ કર્યો હતો. ચાલુ વર્ષના બજેટમાં કરવેરામાં વધારો ઝીંકાતા વિરોધ કર્યો છે. હાથમાં પ્‍લેકાર્ડ સાથે સ્‍થાનીક લોકોએ વિરોધ દર્શાવ્‍યો હતો. ટાઉન હોલ બહાર પોલીસ ખડકી દેવાતા સ્‍થાનીકો બહાર જ બેસી ગયા હતા પાણી વેરો, મિલ્‍કત સહિતનો વેરો પાછો ખેંચવા નગરસેવીકાએ માંગ કરી છે. બોર્ડ પહેલા કમિશનરને ઘેરાવ કરી વેરા વધારા સામે રજૂઆત કરાઇ હતી. (તસ્‍વીરો :- કિંજલ  કારસરીયા, જામનગર)

(1:50 pm IST)