Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જેતપુરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૪ શખ્‍સો પકડાયાઃ પ શખ્‍સો છનન

ભાદર કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પકડાઇઃ સલીમની ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૦: શહેર પોલીસે સારણ નદીના કાંઠે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૪ શખ્‍સો રૂા.૩૭ર૦ સાથે ઝડપી લીધા હતા. જયારે ૫ શખ્‍સો નાસી છુટેલ હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસે સારણ નદીના કાંઠે રેડ કરી જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા કૈલાસ ઉર્ફે ભોલીયો સોનાભાઇ મકવાણા (ચંદ્રમૌલેશ્વર પાસે) સંજય ભનુભાઇ મકવાણા (રહે.ટાકુડીપરા) શંકર દુદાભાઇ ઓળ (રહે. તપસ્‍વી આશ્રમ પાસે) સુલેમાન ઇસ્‍માઇલ રફાઇ (ગોંદરા વિસ્‍તાર)ને રોકડા રૂા. ૩૭૨૦ સાથે પકડી પાડેલ જયારે રેડ દરમ્‍યાન ગોપી રાજુભાઇ વણજારા, હાર્દિક કિશોરભાઇ ધામી, અખ્‍તર ઇસ્‍માઇલભાઇ રફાઇ, મામદ ઉર્ફે મામદી હારૂનભાઇ રફાઇ, અરવિંદ ઉર્ફે ચીચો બાબુભાઇ પરમાર પાંચેય શખ્‍સો નાસી છુટયા હોય પોલીસે તમામ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી નાસી છુટેલને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આ રેડમાં પીઆઇ અજયસિંહ હેરમા તથા સ્‍ટાફના અજયભાઇ રાઠોડ, ધવલભાઇ ગાજીપરા, પંકજભાઇ તલસાણીયા જોડાયા હતા. તેમજ શહેર પોલીસે ભાદર નદીના કાંઠે રેડ કરતા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હોય ભઠ્ઠી ચલાવતો સલીમ ઉર્ફે  બાદશાહ હારૂનભાઇ ગજીયાને દારૂ લીટર ૩પ, ઠંડો-ગરમ આથો લીટર ૭૦૦, ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. ૪૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(1:51 pm IST)