Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વેરાવળ ડો.અતુલભાઇ ચગ કેસમાં ૪૮ કલાક બાદ ફરીયાદ ન લેવાતા સન્‍નાટો

સામાન્‍ય, રાજકીય અલગ અલગ નિયમોથી ભારે રોષઃ અકસ્‍માત મૃત્‍યુમાં સ્‍યુસાઈડ નોટ મળેલ હોય તો તાત્‍કાલીક ગુનો દાખલ કરવો જોઈએ : એડવોકેટ : અમુક મુદાઓ તપાસવાના છે એફએસએલ રીપોર્ટ આવવાનો બાકી છે : પી.આઈ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: ડો.અતુલભાઇ ચગ આપધાત પ્રકરણમાં પરીવારજનો દ્રારા ૪૮ કલાક પહેલા ફરીયાદ અપાયેલ છે તેમછતા કોઈપણ ફરીયાદ લેવાતી ન હોવાથી ભારે સન્‍નાટો ડર અને ખોફ સમગ્ર વિસ્‍તારમાં છવાયેલ છે ખુલ્લેઆમ પ્રજા કંઈ રહી છેકે સામાન્‍ય માણસ રાજકીય આગેવાનોના અલગ અલગ નિયમ હોય તેવી રીતે સમય પસાર થઈ રહયો છે. એડવોકેટે સ્‍પષ્‍ટ જણાવેલ હતું તાત્‍કાલીક ગુનો દાખલ કરવો જોઈએ પણ તપાસનિશ અધિકારી હજુ કંઈ રહયા છેકે અમુક મુદાઓ તપાસવાના છેપરીવાાર દ્રારા પુરાવા સાથે ફરીયાદ અપાયેલ છે તેમ છતા લેવાતી ન હોવાથી નારાજગી જોવા મળે છે.

 વેરાવળ ડો.ચગના આપધાત પ્રકરણમાં તા.૧૭ રોજ સાંજે ૬ વાગ્‍યે ફરીયાદ આપેલ છે તેના ૪૮ કલાક વીતી જવા છતા નોંધાયેલ નથી જેથી સમગ્ર શહેરમાં સન્‍નાટો વ્‍યાપેલ છે વિશ્‍વભર ના રધુવંશી પરીવારો દરેક સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળે છે ભય અને ડરનો માહોલ પણ છે.

સામાન્‍ય માણસ સામે તુરતજ આવી ગંભીર બાબતોની ફરીયાદ નોધાય છે જયારે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા સતા ઉપર બેસેલા નેતાઓ માટે પોલીસમાં અલગ નિયમ છે તેવી પણ જગ જાહેર ચર્ચાઓ થઈ રહેલ છે.

ફરીયાદી હીતાર્થ ચગ તથા પરીવારોજનોએ જણાવેલ હતું કે કેન્‍દ્ર,ગુજરાત સરકાર પોલીસ ઉપર સંપુર્ણ ભરોસો છે પણ જે ફરીયાદએકજ મીનીટ માં લેવાની હોય તેના બદલે ૪૮ કલાક વીતી જવા છતા પોલીસ ફરીયાદ નોધતી નથી બે વખત રૂબરૂ મળેલ છે તમામપુરાવઓઆપેલ છે મારા પિતા ના અક્ષરો છે બીજા અનેક મજબુત પુરાવઓ સાસંદ રાજેશ ચુડાસમા તેના પિતા નારાણભાઈ ચુડાસમાના આપેલા છે જેથી આટલા કલાકો બાદ પણ પોલીસ ફરીયાદ નોંધતી નથી તે પાવરફુલ શાસનની પ્રતિતી કરાવે છે.

ફરીયાદીના એડવોકેટ ચિરાગ કકકડે જણાવેલ હતું કે અકસ્‍માત મૃત્‍યુમાં સ્‍યુસાઈડ નોટ મળેલ હોય તો તાત્‍કાલીક ગુનો દાખલ કરવો જોઈએ તા.૧૭ ના રોજ અમોએ પોલીસને ફરીયાદ આપેલ છે કોઈ અરજી આપેલ નથી કોગ્નીઝેબલ ગુનો સંજ્ઞાન લેવા બંધાયેલ છે તાત્‍કાલીક ગુનો દાખલ કરવો જોઈએ કોઈપણ પ્રકાર ના વિલંબ વગર આકા તપાસ ની કોઈ રાહ જોવાની હોતી નથી ગુનો નોંધીને જ તપાસ કરવાની હોય છે ૪૮ કલાકબાદ પણ પોલીસ દ્રારા ફરીયાદ લેવાયેલ નથી સમગ્ર પ્રજા ખુબજ ગંભીરતાથી તંત્રની કામગીરીની જોઈ રહી છે જેની પણ તંત્ર એ ગંભીરતા લેવી જોઈએ.

તપાસનિશ અધિકારી પી.આઈ ઈશરાણી એ જણાવેલ હતું કે તા.૧૭ ના રોજ પુરાવાઓ સાથે કાગળો મળેલ છે ફરીયાદ નોધી નથી અમુક મુદાઓ તેમજ બેન્‍કીગ વહીવટ બતાવેલ છે તે ચાલુ દિવસે તપાસ થઈ શકે તેમજ અક્ષરો માટે એફએસએલમાં કાગળો મોકલવોલ છે તેની પણ રાહ જોવા રહી છે પોલીસ ખુબજ ગંભીરતાથી તપાસ કરી રહયું છે.

(4:21 pm IST)