Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કેશિયા ગામથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧૮:  સમગ્ર રાજ્‍યમાં ભૂગર્ભ જળસ્‍તર ચા લાવવાના ઉમદા હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્‍વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન' નો રાજ્‍યવ્‍યાપી પ્રારંભ  થયો છે ત્‍યારે જોડીયા તાલુકામાં આવેલા કેશિયા ગામથી સાંસદ   પૂનમબેન માડમ અને જિલ્લા કલેકટર   ડો. સૌરભ પારધીના હસ્‍તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. કેશિયા ગામના તળાવને ડું કરવાના વિકાસ કાર્યનું ખાતમુહર્ત કરીને જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટય બાદ સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩ વિષય આધારિત ટૂંકી ફિલ્‍મનું પ્રસારણ કરવામાં આવ્‍યું હતું.

સાંસદ એ આગળ જણાવ્‍યું હતું કે, ખેડૂતો અને ગળહિણીઓને પડતી પાણીની મુશ્‍કેલીઓ નિવારવા માટે સ્‍વયં વડાપ્રધાન   નરેન્‍દ્રભાઈ મોદીએ પહેલ કરી છે. સૌરાષ્‍ટ્રના દરેક ઘરે-ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સૌની યોજનાનો સફળપણે અમલ થયો છે. વિશ્વમાં જ્‍યારે પીવાના પાણી અને ખોરાકની ગંભીર સમસ્‍યા સર્જાઈ છે, ત્‍યારે ગુજરાતની આ સૌની યોજના એક પ્રેરણારૂપ આદર્શ સાબિત થઇ છે. સાંસદ એ કેશિયા ગ્રામજનોને યોજનાના શુભારંભ બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર   એન.એ. ખાંટ અને   મધુસુદનભાઈ વ્‍યાસે કરી હતી. 

ઉપરોક્‍ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્‍ય   ચંદ્રિકાબેન જે. અઘારા, જિલ્લા ન્‍યાય સમિતિના ચેરમેન   ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ   ભરતભાઈ દલસાણીયા, સરપંચ   ભાવનાબેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક   ચૌધરી, રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના અધિક્ષક ઈજનેર   કે. એસ. મહેતા, પ્રાંત અધિકારી   ડો. સાકરીયા, તાલુકા વિકાસ અધિકારી   માધુરીબેન પટેલ, મામલતદાર   ડાભી, નાયબ કાર્યપાલક ઈજનેર   યુ. આઈ. ભગત, જળસિંચન વિભાગના કાર્યપાલક ઈજનેર   એસ. એસ. હરદયા,  આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ ં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

(1:51 pm IST)