Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જુનાગઢ મહા શિવરાત્રી મેળામાં વિકલાંગ દિકરીઓને ભવનાથ મહાદેવના દર્શન કરાવતી પોલીસ

જાુનાગઢઃ મહાશિવરાત્રીના ૪ દિવસીય મેળામાં પ્રારંભથી જ લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી અને સતત ચાર દિવસમાં દશ લાખથી વધુ ભાવીકોએ મેળો માણ્‍યો હતો. આ મેળામાં ત્રીજા દિવસે માખીયાળા ખાતે આવેલ સાંત્‍વન વિકલાંગ વિકાસ મંડળ સંચાલીત વિકલાંગ દિકરીઓની સંસ્‍થાના સંચાલક રેખાબેન પરમાર તથા નિલમબેન પરમાર વિકલાંગ દિકરીઓને મેળો કરવા લાવેલ. દરમ્‍યાન ફુલ ટ્રાફીક હોવાના કારણે જુનાગઢ એસઓજીના પીએસઆઇ વાય.પી.હુડીયાએ પાયલોટીંગ આપી ભવનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે દર્શન કરાવ્‍યા હતા. ચોકલેટ, બિસ્‍કીટ, ફળફળાદીનો પ્રસાદ પોલીસ તરફથી આપવામાં આવ્‍યો હતો અને ભવનાથ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ મહિપતસિંહ ચુડાસમાએ પણ દર્શન માટે વ્‍યવસ્‍થા કરાવેલ. આમ પોલીસ પ્રજાની સાચી મિત્ર છે એ ચરિતાર્થ કર્યુ હોય તેમ વિકલાંગ દિકરીઓને ભવનાથ મહાદેવના દર્શન કરાવવા સહભાગી બની હતી જે બદલ એસપી રવિ તેજાવાસમ શેટ્ટી  ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા સહીતના અધિકારીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:51 pm IST)