Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલ યાર્ડમાં દોઢ લાખ ગુણી ધાણાની આવક : મણના ૧૫૦૦ થી ૩૨૦૦ ભાવ બોલાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૦ : સૌરાષ્‍ટ્રના અગ્રીમ  ગણાતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આ વર્ષની સીઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. અંદાજે દોઢ લાખ થી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાની પાક ઉતારવાની ફરજ પડી હતી જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી.     ધાણા ની પુષ્‍કળ આવક ને લઈને ૧૭૦૦ થી વધુ  વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ જણસીઓનો મબલખ પાક ગોંડલ યાર્ડમાં ઠાલવવામાં આવે છે ડુંગળી બાદ હવે ધાણાની મબલખ આવક થઈ છે ગત રાતે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે ૧૭૦૦ થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી હતી જેને પગલે યાર્ડ ની બંને તરફ પાંચ થી છ કિલોમીટર લાંબી લાઈનો માં વાહનો ના થપ્‍પા લાગ્‍યા હતા. સૌરાષ્‍ટ્ર ભર માથી  ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણા નો પાક લઈને પોહ્‍ચ્‍યા હતા.

આ વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો મળ્‍યો છે. ગત વર્ષે ૨૦ કિલો ધાણા ના ભાવ ૧૫૦૦ થી ૩૨૦૦ ભાવ મલ્‍યા હતા. જયારે આ વર્ષે ગુણવતા પ્રમાણે ધાણાનો ભાવ ૧૧૦૦ થી લઇ ૨૨૦૦ સુધી બોલાયા હતા.  યાર્ડના વ્‍યાપારી અતુલભાઈ શીંગાળાના જણાવ્‍યા અનુસાર ગત વર્ષ ધાણાનો પાક ઓછો હતો અને આ વખતે ધાણાનો પુષ્‍કળ પાક થતા ભાવમાં તફાવત મળી રહ્યો છે.આ વર્ષે ધાણા નું મબલક ઉત્‍પાદન પણ થયું છે જેથી હજુ પણ આવક વધશે તેવું જણાવ્‍યું હતુ.

(5:10 pm IST)